IPL 2022: અજીત અગારકર દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયો, ટીમે આપી મહત્વની જવાબદારી

|

Feb 23, 2022 | 10:02 PM

દિલ્હી કેપિટલ્સે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગારકરને મહત્વની જવાબદારી આપી છે. દિલ્હી ટીમે તેને આસિસ્ટન્ટ કોચ બનાવ્યો છે.

IPL 2022: અજીત અગારકર દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયો, ટીમે આપી મહત્વની જવાબદારી
Ajit Agarkar (File Photo)

Follow us on

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગારકરે (Ajit Agarkar) બુધવારે ઓફિશિયલ રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022માં દિલ્હી કેપિટલ્સ ટીમ (Delhi Capitals) સાજે જોડાઈ ગયો છે. દિલ્હી ટીમે અજીત અગારકરને ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યો છે. જોકે હાલ અજીક અગારકર ક્રિકેટ કોમેન્ટ્રી કરી રહ્યો છે અને 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ પુરી થયા બાદ તે દિલ્હી ટીમ સાથે જોડાઈ જશે.

અજીત અગારકરે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા બાદ કહ્યું કે “હું આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ બનીને ઘણો રોમાંચીત છું.” તેણે કહ્યું કે “હું ઘણો ભાગ્યશાળી છું કે ખેલાડી પછી હું હવે એક અલગ ભુમિકામાં જોવા મળીશ. આ નિશ્ચિત રીતે ઘણું રોમાંચીત રહેશે. અમારી પાસે યુવા ખેલાડીઓની શાનદાર ટીમ છે, જેની આગેવાની વિશ્વના પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક રિષભ પંત કરી રહ્યો છે.”

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

તેણે કહ્યું કે “કોચ રિકી પોન્ટિંગ રમતમાં મહાન ખેલાડી છે. તેની સાથે કામ કરવા માટે ઘણો ઉત્સુક છું.”

 

અજીત અગારકર (44 વર્ષ)ની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે ભારત માટે 288 વન-ડે અને 58 ટેસ્ટ વિકેટ ઝડપી છે. તે હવે આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફ સાથે જોડાશે, જેમાં રિકી પોન્ટીંગ, પ્રવીણ આમ્રે (સહાયક કોચ) અને જેમ્સ હોપ્સ (બોલિંગ કોચ)નો સમાવેશ થાય છે. તેણે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તમને જણાવી દઈએ કે અજીત અગારકર ટીમ ઈન્ડિયા માટે 191 વન-ડે મચે રમી ચુક્યો છે. જેમાં તેણે 288 વિકેટ ઝડપી છે. તે 26 ટેસ્ટ મેચમાં 58 વિકેટ ઝડપી ચુક્યો છે. તેની સાથે સાથે તેણે 4 ટી20 મેચ પણ રમી છે. અજીત અગારકરે 42 આઈપીએલ મેચમાં 29 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : ધોની બાદ હવે વિરાટ કોહલીની બોલબાલા, ટ્વિટર પર GOAT હેશટેગમાં આ દિગ્ગજોની લિસ્ટમાં જોડાયો

આ પણ વાંચો : IPL 2022: 29 મેના રોજ રમાઈ શકે છે લીગની ફાઈનલ મેચ, જાણો ક્યારથી શરૂ થશે મેચ

Next Article