IPL-2022 (IPL-2022)માં આઠને બદલે 10 ટીમો ભાગ લેશે. આ બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ (Ahmedbad Franchise) ની હશે. BCCI એ આની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી હતી, પરંતુ ત્યારથી અમદાવાદની ફ્રેન્ચાઈઝીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. CVC કેપિટલ્સ એ યુએસ સ્થિત કંપની છે અને વિદેશમાં ઘણી સટ્ટાબાજીની કંપનીઓ ધરાવે છે.
આ અંગે વિવાદ થયો હતો. આ કારણોસર, BCCI અમદાવાદને લગતી તપાસમાં સામેલ થયું હતું અને તેને ઇરાદા પત્ર આપ્યો ન હતો. હવે જો કે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, BCCIએ અમદાવાદ ફ્રેન્ચાઈઝીને ક્લિયરન્સ આપી દીધું છે અને બોર્ડ તરફથી letter of intentપણ મળ્યો છે.
જો કે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે બોર્ડ ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ સીવીસીનો મામલો ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાને મોકલ્યો હતો. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મહેતાએ CVC કંપનીના મામલે BCCIને સકારાત્મક માહિતી આપી છે.
આ પછી હવે સમાચાર આવ્યા છે કે ફ્રેન્ચાઈઝીને બોર્ડ તરફથી લેન્ટ ઓફ ઈન્ટેન્ટ મળી ગયો છે. આ માટે બોર્ડે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કેએસ રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની પણ રચના કરી હતી. આ સમિતિએ ફ્રેન્ચાઈઝીને ક્લીનચીટ પણ આપી દીધી છે.
આ પછી, હવે ફ્રેન્ચાઇઝી તેના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ બંને નવી ફ્રેન્ચાઈઝીઓને ત્રણ-ત્રણ ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ આપ્યો છે અને તે પછી તમામ ટીમો મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર બોલી લગાવીને પોતાની ટીમ બનાવશે. અમદાવાદ માટે લેટર ઓફ ઇન્ટેંન્ટ મેળવવાનો મુદ્દો મહત્વનો હતો જે હવે તેને મળ્યો છે અને હવે તે તેના ખેલાડીની પસંદગીના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અહેવાલ છે કે ફ્રેન્ચાઇઝીની નજર ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યર પર છે. આ સાથે ટીમ અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને પણ પોતાની સાથે ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે. આ તમામને આ વર્ષે તેમની ફ્રેન્ચાઈઝીઓએ જાળવી રાખ્યા નથી.
એવા પણ અહેવાલ છે કે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદમાં મુખ્ય કોચ તરીકે જોડાઈ શકે છે. જોકે અત્યાર સુધી નેહરાએ મુખ્ય કોચ તરીકે કામ કર્યું નથી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં બોલિંગ કોચ હતો. પરંતુ અમદાવાદ તેમને મુખ્ય કોચની જવાબદારી પણ સોંપી શકે છે. તેમના સિવાય ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકીને ક્રિકેટ ડિરેક્ટર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
Published On - 7:20 pm, Mon, 10 January 22