IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

|

Oct 16, 2021 | 7:00 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) IPL માં ચોથી વાર ચેમ્પિયન બન્યુ છે. ચેમ્પિયન બનતા BCCI એ રોકડ પુરસ્કાર આપીને નવાજ્યુ છે. પરંતુ શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને હારનાર કોલકાતા (KKR) ને પણ રોકડ રકમના પુરસ્કાર એનાયત કરાયા છે.

IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ
Jay Shah-Sourav Ganguly-MS Dhoni

Follow us on

IPL 2021 ને ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) જીતી લીધી છે. ચેન્નાઇ અને ધોની (Dhoni) ના ફેન્સ હજુ પણ તેની ઉજવણીમાં ડૂબેલા છે. ચેન્નાઇએ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને 27 રન થી હરાવીને ફાઇનલ મેચમા વિજેતા બન્યુ હતુ. ચેન્નાઇ આઇપીએલ ટાઇટલને ચોથી વાર જીતવામાં સફળ રહ્યુ હતુ. આ સાથે જ તેની પર BCCI એ પૈસાનો વરસાદ વરસાવી દીધો છે. ફાઇનલમાં પહોંચીને હારી જનાર કોલકાતાને પણ રોકડ રકમ થી નવાજવમાં આવ્યુ હતુ.

એમએસ ધોનીના હાથમાં ચોથી વાર આઇપીએલની ટ્રોફી જોવા મળી હતી. સિઝનની શરુઆત થી જ ચેન્નાઇની ટીમ દમદાર દેખાવ સાથે નજર આવી રહી હતી. પોઇન્ટ ટેબસમાં સતત ટોપ પર ચેન્નાઇ સુપર કિંગ્સનુ નામ જોવા મળી રહ્યુ હતુ. જે સીલસીલો ફાઇનલ મેચ સુધી જળવાઇ રહ્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સને આઇપીએલની ટ્રોફી સાથે 20 કરોડ રુપિયાનુ રોકડ ઇનામ મળ્યુ છે. બીસીસીઆઇ એ ચેન્નાઇ ને ઇનામી રકમ થી છલકાવી દીધુ છે. જ્યારે રનર્સ અપ ટીમ કોલકાતાને 12.5 કરોડ રુપિયાનુ ઇનામ અપાયુ હતુ.

જોકે સવાલ એ પણ છે કે, તો રનર્સ અપ અને ખેલાડીઓને બીસીસીઆઇ કેવી રીતે પ્રોત્સાહન આપતુ હશે. ચોક્કસ, બીસીસીઆઇ દ્રારા દરેક વખતે ફાઇનલમાં જીતનાર અને હારનાર બંને ટીમો તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર થી સન્માનીત કરે છે. આ વર્ષે પણ બીસીસીઆઇએ રોકડ ઇનામોની ધન વર્ષા કરી દીધી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ ખાસ પુરસ્કાર સાથે 10 લાખ રુપિયાના અપાયા ઇનામ

  • ઓરેન્જ કેપઃ ઋતુરાજ ગાયકવાડ, ચેન્નાઇ સુપર કિંગ્સ
  • પર્પલ કેપઃ હર્ષલ પટેલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • ઇમર્જીંગ પ્લેયર ઓફ ધ યરઃ ઋતુરાજ ગાયકવાડ, ચેન્નાઇ સુપર કિંગ્સ
  • ફેયર પ્લે એવોર્ડઃ રાજસ્થાન રોયલ્સ
  • ગેમચેન્જર ઓફ ધ સિઝનઃ કેએલ રાહુલ, પંજાબ કિંગ્સ
  • પરફેક્ટ કેચ ઓફ ધ સિઝનઃ રવિ બિશ્નોઇ, પંજાબ કિંગ્સ
  • સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝનઃ શિમરોન હેયટમેર, દિલ્હી કેપિટલ્સ
  • ક્રેક ઇટ સિક્સ ઓફ ધ સિઝનઃ કેએલ રાહુલ, પંજાબ કિંગ્સ
  • પાવર પ્લે ઓફ ધ સિઝનઃ વેંકટેશ ઐય્યર, કોલકાતા નાઇટ રાઇડર્સ
  • મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સિઝનઃ હર્ષલ પટેલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

 

આ પણ વાંચોઃ  IPL 2021: ચેમ્પિયન બન્યા બાદ ધોનીએ કહ્યુ, અસલી હકદાર તો કોલકાતાની ટીમ હતી

આ પણ વાંચોઃ IPL 2021: આગામી સિઝન ધોની રમશે કે નહી ? ચેમ્પિયન બન્યા બાદ ઇશારા ઇશારામાં કહી આ વાત

 

 

Next Article