IPL 2021 નો આજે મહાસંગ્રામ છે. આજે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે ફાઇનલ મેચ રમાનારી છે. બંને ટીમો વચ્ચેના જંગમાં કોણ બનશે સિઝનનો બાદશાહ એ સાથે વધુ એક ચર્ચા પણ સિઝનની શરુઆત થી વર્તાઇ રહી છે. તે એ ચર્ચા છે કે, મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) માટે આ સિઝન ક્રિકેટર તરીકે આખરી સિઝન હશે. ચેન્નાઇની ટીમ ટ્રોફી જીતીને ધોનીને ભવ્ય વિદાય આપશે એમ પણ ચર્ચાતુ આવ્યુ છે. હવે સિઝનની અંતિમ ઘડીઓ આવી ચૂકી છે અને દરેક ને ધોની રમશે કે નહી તે સવાલ પણ થઇ રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટમાં સફળ કેપ્ટનશીપ કરીને ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યુ છે. ટી20 લીગ એટલે કે આઇપીએલ માં પણ ધોનીએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. તેની નિર્ણય ક્ષમતા થી લઇને તેની મેચ ફિનીશર તરીકેની ભૂમિકા પર તો ચાહકો ફીદા છે. આ બધુ જ એક જ પળમાં લુંટાઇ જવાનો આજે તેના ચાહકોમાં ભીતર થી ભય સતાવી રહ્યો છે. કારણ કે સિઝનની શરુઆત થી આ સવાલ ફેનને મૂંઝવી રહ્યો છે. ભવ્ય વિદાયની માફકની જ શરુઆત થી ચેન્નાઇની રમત રહી છે. એટલે કે ટ્રોફી વિજેતા બનીને ધોનીને વિદાય આપવાના છૂપી યોજના મુજબ રમતનો જૂસ્સો હોવાનો ડર પણ જીતની અપેક્ષા સાથે લાગી રહ્યો છે.
જોકે આ તમામ સવાલોના જવાબો આજે પણ એટલે સહેલાઇ થી નથી મળી શકે એમ, જેટલી સહેલાઇ થી ધોની મેચ ફિનીશ કરે છે. કારણ કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બાય બાય પણ અચાનક જ કર્યુ હતુ. એવી જ રીતે ધોનીએ અનેક વાર સસ્પેન્શ રાખીને નિર્ણયો જાહેર કર્યા છે. આવી જ રીતે ધોની આજે મેચ બાદ કે પહેલા કોઇ સંકેત કે નિર્ણય આપશે કે કેમ તેની પણ રાહ જોવી રહી.
આ અંગે એક ટોસ દરમિયાન ધોનીએ નિવેદન કર્યુ હતુ કે, તે આગળના વર્ષે કે રમશે કે નહી. હા, તે ચોક્કસપણે સ્પષ્ટ હતું કે તે પીળી જર્સીમાં હશે, કયા સ્વરૂપમાં તે આગામી વર્ષે જ જાણી શકાશે. ધોનીની ગણતરી IPL ના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. અત્યાર સુધી આવું માત્ર એક જ વખત થયું છે જ્યારે ચેન્નઈની ટીમ IPL પ્લેઓફમાં પહોંચી ન હોય.
વર્ષ 2008 થી ધોની આઇપીએલની સાથે જોડાયેલો છે, એટલે કે પ્રથમ સિઝન થી લીગમાં રમી રહ્યો છે. જેમાં તેણે એક પણ સિઝનમાં બ્રેક લીધો નથી. ધોનીએ આઇપીએલની 219 મેચ રમી છે. જેમાં તેણે 4746 રન નોંધાવ્યા છે. સૌથી વધુ રન તેણે 2013 માં તેણે 461 રન કર્યા હતા. આ દરમિયાન આઇપીએલનો તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રન રહ્યો છે. આઇપીએલમાં 23 અર્ધશતક નોંધાવ્યા છે. જોકે છેલ્લી બે સિઝન થી તે અર્ધશતક નોંધાવી શક્યો નથી. આવુ આઇપીએલમાં તેના માટે પ્રથમ વાર થયુ છે. જ્યારે તેની એવરેજ 39.55ની રહી છે. તેમજ સ્ટ્રાઇક રેટ 135.83 નો રહ્યો છે. ધોનીએ 219 છગ્ગા અને 325 ચોગ્ગા પણ ફટકાર્યા છે.