IPL 2021: દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ રહેશે? ઋષભ પંત કે શ્રેયસ ઐયર, દિલ્હીનુ ગુચવાયેલુ કોકડુ!

|

Aug 21, 2021 | 9:59 AM

ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાનીમાં ટીમ પ્રથમ હાલ્ફમાં ટોપ પર રહી છે. જે અભિયાન જારી રાખવા પંતને જ સુકાની તરીકે જાળવી રાખવામાં આવશે કે કેમ તેને લઇને સવાલ થઇ રહ્યા છે. તો ઇજા બાદ પરત ફરી રહેલ શ્રેયસ ઐયરે દિલ્હીની ટીમને અંતિમ સિઝનમાં ફાઇનલની સફર કરાવવાની સફળતા મેળવી હતી.

IPL 2021: દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ રહેશે? ઋષભ પંત કે શ્રેયસ ઐયર, દિલ્હીનુ ગુચવાયેલુ કોકડુ!
Rishabh Pant-Shreyas Iyer

Follow us on

IPL 2021 ના બીજા હાલ્ફની શરુઆતની રાહ આતુરતા પૂર્વક જોવાઇ રહી છે. ખેલાડીઓથી લઇને ક્રિકેટના ચાહકો ટૂર્નામેન્ટની શરુઆત થવાની તારીખ પર મીટ માંડીને બેઠા છે. આગામી મહિનાની 19મી તારીખ થી IPL નો બીજો હાલ્ફ શરુ થનારો છે. ટૂર્નામેન્ટ પહેલા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ એ વાતને લઇને હજુ પણ સ્પષ્ટ થઇ શકી નથી તેમનો સુકાની કોણ હશે. દિલ્હીની ટીમનો કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) રહેશે કે શ્રૈયસ ઐયર (Shreyas Iyer) એ સવાલ હવે ચર્ચાવા લાગ્યો છે.

શ્રેયસ ઐયર તેની ઇજામાંથી સ્વસ્થ થઇ ચુક્યો છે. અને હવે તે ટૂર્નામેન્ટના બીજા હાલ્ફમાં રમત માટે ઉલબ્ધ રહેશે. આવી સ્થિતીમાં હવે સવાલ એ પેદા થયો છે, કે ટીમનુ સુકાન કોણ સંભાળશે. ઐયર ઇંગ્લેન્ડ સામેની ઘર આંગણાની સિરીઝ દરમ્યાન ખભાની ઇજાને લઇને ટૂર્નામેન્ટના પ્રથમ હાલ્ફ થી બહાર હતો. આ દરમ્યાન દિલ્હી કેપીટલ્સની સામે મુઝવણ ભરી સ્થિતી સર્જાઇ ગઇ હોય એમ છે.

મીડિયા રિપોર્ટનુસાર દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કેપ્ટનશીપને લઇ પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, કેપ્ટનશીપનો મામલો હજુ પણ સ્પષ્ટ નછી. તેની પર કોઇ જ નિર્ણય લઇ શકાયો નથી. ઋષભ પંત જ આગળ કેપ્ટનશીપ સંભાળશે કે પછી શ્રેયષ ઐયર ને મોકો આપવામાં આવશે, તેની પર મેનેજમેન્ટ નિર્ણય લેશે. ઐયર ખુદ પણ અગાઉ કહી ચુકયો છે, કે તેને ખ્યાલ નથી કે મેનેજમેન્ટ તેને કેપ્ટનશીપની જવાબદારી સોંપશે કે નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઋષભ પંતને પ્રથમ હાલ્ફમાં ઉતાવળમાં કેપ્ટન બનાવી દેવાનો નિર્ણય હેડ કોચ રીકી પોન્ટીંગે લીધો હતો. આમ હવે બીજા હાલ્ફમાં પણ કેપ્ટનશીપનો મહત્વનો નિર્ણય, ફરી થી રીકી પોન્ટીંગ જ લઇ શકે છે એમ માનવામાં આવી રહ્યુ છે. તેઓ બીજા હાલ્ફ માટેની તૈયારીઓ માટેના સેશનને લઇ ઝડપ થી યુએઇમાં જોવા મળી શકે છે.

ટોપ પર દિલ્હી

દિલ્હી કેપિટલ્સે પ્રથમ હાલ્ફમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તેણે શરુઆત થી જ જબરદસ્ત રમત દર્શાવીને પોઇન્ટ ટેબલ પર ટોપ પર બની રહેવામાં સફળ ટીમ નિવડી હતી. ટૂર્નામેન્ટને સ્થગીત કરવા સુધીમાં દિલ્હી કેપિટલ્સ 12 પોઇન્ટ સાથે નંબર વન છે. આમ તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી શકે છે. ટૂર્નામેન્ટ સ્થગીત થવા અગાઉ દિલ્હીને ટાઇટલ માટે પ્રબળ ગણવામાં આવી રહી હતી. હવે ફરી એકવાર તે પ્રદર્શનને જાળવી રાખવા ઇચ્છશે. સિઝન 2020 માં દિલ્હી ઐયરની આગેવાનીમાં ફાઇનલ સુધી પહોંચવામાં સફળ ટીમ રહી હતી.

 

 આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝ ટેસ્ટમાં કેએલ રાહુલ પર રહેશે નજર, ફોર્મ જાળવી રાખશે તો ઇંગ્લેન્ડ પર રહેશે આ કારણથી ભારે

આ પણ વાંચોઃ IPL 2021: ડેબ્યૂ મેચમાં જ હેટ્રીક ઝડપી હલચલ મચાવી દેનારા ઓસ્ટ્રેલિયન બોલરને સાઇન કરી પંજાબે બાજી મારી

Published On - 9:58 am, Sat, 21 August 21

Next Article