IPL 2021: વેક્સિનના બે ડોઝ ધરાવતો વિરાટ કોહલીની ટીમ RCBનો આ ખેલાડી કોરોના પોઝિટિવ જણાયો

|

Aug 24, 2021 | 7:40 PM

આ ખેલાડી ધ હંડ્રેડ (The Hundred) ટૂર્નામેન્ટમાં ભાગ લીધા બાદ તે લંડન થી ઢાકા પહોંચ્યો હતો. જ્યાં તે પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી.

IPL 2021: વેક્સિનના બે ડોઝ ધરાવતો વિરાટ કોહલીની ટીમ RCBનો આ ખેલાડી કોરોના પોઝિટિવ જણાયો
Finn Allen

Follow us on

IPL 2021: ન્યૂઝીલેન્ડ (New Zealand) ના બેટ્સમેન ફિન એલન (Finn Allen) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે પાંચ મેચની T20 શ્રેણી રમવા બાંગ્લાદેશ ગયો હતો. અહીં તપાસ દરમિયાન ફિન એલન નો કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા અને ઇંગ્લેન્ડમાં તેના તમામ પરીક્ષણો બાંગ્લાદેશ જતા પહેલા યોગ્ય આવ્યા હતા. પરંતુ બાંગ્લાદેશમાં 48 કલાક બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ફિન એલન ઇંગ્લેન્ડમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં બર્મિંગહામ ફોનિક્સ તરફથી રમી રહ્યો હતો. તે IPL નો પણ ભાગ રહ્યો છે. IPL 2021 ના ​​પહેલા ભાગમાં, તે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ટીમનો ભાગ હતો. જો કે, તે હવે બીજા હાફમાં ટીમ સાથે રહેશે નહીં કારણ કે તે ન્યૂઝીલેન્ડ સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો પ્રવાસ કરશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ વતી ફિન એલેનના સ્વાસ્થ્ય વિશે કહેવામાં આવ્યું હતું. કે, તે ટીમની હોટલમાં ક્વોરેન્ટાઇન છે. તેઓ હળવા લક્ષણો અનુભવી રહ્યા છે. એલેનની સારવાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મુખ્ય મેડીકલ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. તે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય મેડિકલ અધિકારીના સંપર્કમાં પણ છે. ટીમના તબીબ ડો પેટ મેકહ્યુ પણ ફિન એલનની તપાસ કરતા રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની શ્રેણી 1 સપ્ટેમ્બરથી રમાવાની છે. ફિન એલનને સારવાર પૂર્ણ થયા બાદ અને આઇસોલેશનમાં રહ્યા પછી સતત બે કોરોના નેગેટિવ ટેસ્ટ આવવા જરુરી છે. ત્યારબાદ જ સાથી ખેલાડીઓની સાથે તેને મળવાની મંજૂરી આપવામાં આવશે.

બાકીના ખેલાડીઓ ત્રણ દિવસ માટે રહેશે આઇસોલેશનમાં

ન્યુઝીલેન્ડ ટીમના મેનેજર માઇક સેન્ડલે કહ્યું કે તે સતત એલન સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું, તે તેનું દુર્ભાગ્ય છે. તે હવે ઠીક છે અને આશા છે કે, તે જલ્દીથી ઠીક થઈ જશે. તે નેગેટિવ આવતા જ તેને રજા આપવામાં આવશે. ફિન એલન અમિરાત ની ફ્લાઇટથી લંડન એરપોર્ટ થી આવ્યો હતો. એલન પોઝિટિવ આવ્યા બાદ ન્યુઝીલેન્ડ બોર્ડે એરલાઇનને પણ આ અંગે જાણ કરી છે. આ સાથે તે એલનનાં પરિવાર સાથે પણ સંપર્કમાં છે. દરમ્યાન ન્યૂઝીલેન્ડના બાકીના ખેલાડીઓ પણ ઢાકા પહોંચી ગયા છે. તેઓ હવે ત્રણ દિવસ માટે આઇસોલેશનમાં રહેશે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયા ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં 2 પરિવર્તન કરીને ચાલી શકે છે આ દાવ!

આ પણ વાંચોઃ Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ

Next Article