IPL 2021: વિરાટ કોહલી આજે બે મોટા રેકોર્ડ નોંધાવી શકે છે, બેટ ધમાકેદાર ચાલ્યુ તો T20 ક્રિકેટમાં તે આ ખાસ મુકામ હાંસલ કરશે

|

Oct 08, 2021 | 7:16 PM

કોહલી (Virat Kohli) IPL માં 6000 થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન પણ બન્યો છે. જો તે આ મેચમાં ચાર ચોગ્ગા ફટકારશે તો ટી20 ક્રિકેટમાં તેના નામે મોટો રેકોર્ડ નોંધાશે.

IPL 2021: વિરાટ કોહલી આજે બે મોટા રેકોર્ડ નોંધાવી શકે છે, બેટ ધમાકેદાર ચાલ્યુ તો T20 ક્રિકેટમાં તે આ ખાસ મુકામ હાંસલ કરશે
Virat Kohli

Follow us on

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) ની છેલ્લી લીગ-તબક્કાની મેચમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે ટકરાશે. દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. તેના માટે આ મેચ પ્રેક્ટિસ મેચ જેવી હશે. જોકે, વિરાટ કોહલી (Virat Kohli) ની RCB પાસે ટોપ-2 માં સ્થાન મેળવવાની તક હશે. આ માટે તેણે ઋષભ પંત (Rishabh Pant) ની દિલ્હી કેપિટલ્સને મોટા અંતરથી હરાવવું પડશે. આ મેચમાં વિરાટ કોહલી તેના નામે મોટો રેકોર્ડ બનાવી શકે છે.

જો વિરાટ કોહલી આજની મેચમાં 91 રનની ઇનિંગ રમે છે, તો તે દિલ્હી કેપિટલ્સ સામે IPL માં 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની જશે. આ સિવાય, વિરાટ કોહલી ટી20 ક્રિકેટમાં 900 ચોગ્ગા ફટકારવાથી માત્ર ચાર શોટ દૂર છે. જો તે આ મેચમાં ચાર ચોગ્ગા ફટકારશે તો ટી-20 ક્રિકેટમાં તેની પાસે 900 ચોગ્ગા હશે. ઉપરાંત, તે આ સીમાચિહ્ન સુધી પહોંચનાર સાતમો ખેલાડી બનશે.

આ સિઝનમાં હાંસલ કર્યો છે આ મુકામ

IPL ના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરી લીધો છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. તેણે આઈપીએલની આ સિઝનમાં જ આ સ્થાન હાંસલ કર્યું છે. કોહલીએ ટી20 ફોર્મેટમાં પાંચ સદી અને 70 થી વધુ અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 113 રન છે. કોહલી આઈપીએલમાં 6000 થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન પણ બન્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

આ સિઝનમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને 362 રન બનાવ્યા છે. વિરાટનો સર્વશ્રેષ્ઠ સ્કોર 72 રન રહ્યો છે. જો આપણે IPL ના ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી કોહલીના બેટમાંથી 6240 રન નીકળી ચૂક્યા છે.

IPL 2021 માં RCB

RCB પાસે હાલમાં 16 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે હાજર છે. જો RCB દિલ્હી કેપિટલ્સ સામે જીતની નોંધણી કરાવે તો પણ પોઈન્ટ ટેબલમાં ફેરફારની શક્યતા છે. પરંતુ આ માટે RCB ને મોટા માર્જિનથી જીતવાની જરૂર પડશે. અન્યથા CSK નો નેટ રન રેટ ઘણો સારો છે.

જો આપણે IPL માં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો RCB દિલ્હી કેપિટલ્સ પર ભારે છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે રમાયેલી 26 મેચોમાં આરસીબીએ 15 મેચ જીતી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સે 10 મેચ જીતી છે. વરસાદને કારણે એક મેચ ધોવાઈ ગઈ હતી.

 

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીએ લીધો સંન્યાસ ! 16 મેચો નુ જ રહ્યુ હતુ આઇપીએલ કરિયર

 

Published On - 7:11 pm, Fri, 8 October 21

Next Article