IPL 2021: આ પાંચ ખેલાડીઓએ લગાવ્યા છે આઇપીએલના સૌથી લાંબા છગ્ગા, આ એક સિક્સરનો હજુ સુધી નથી તુટી શક્યો રેકોર્ડ

|

Sep 24, 2021 | 9:38 AM

IPL Records: ઝડપી રમતના આ ફોર્મેટની લીગ IPL માં 2008 માં લગાવેલા એક છગ્ગાને આજ સુધી કોઇ બેટ્સમેન પહોંચી શક્યો નથી.

IPL 2021: આ પાંચ ખેલાડીઓએ લગાવ્યા છે આઇપીએલના સૌથી લાંબા છગ્ગા, આ એક સિક્સરનો હજુ સુધી નથી તુટી શક્યો રેકોર્ડ
Albie Morkel

Follow us on

ક્રિકેટમાં ટી20 (T20 Cricket) એ ઝડપી રમતનુ ફોર્મેટ છે અને તેનો આનંદ પણ ઝડપથી રમતા આક્રમક બેટ્સમેનોને જોવામાં આવતો હોય છે. IPL પણ આવી જ ઝડપનો રોમાંચ આપે છે, એટલે જ તે વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં તેનુ ખૂબ આકર્ષણ છે. IPL ની સિઝનમાં પ્રતિ વર્ષ છગ્ગાઓની હારમાળા સર્જાતી હોય છે. તેમાં સૌથી વધારે છગ્ગા ફટકારનારો બેટ્સમેન ક્રિકેટ ચાહકોમાં ગજબનો રોમાંચ પેદા કરતો હોય છે. તો વળી સૌથી લાંબા છગ્ગા (Longest Sixer) પણ ફેન ખૂબ પસંદ કરતા હોય છે.

આઇપીએલની સિઝનમાં સૌથી લાંબા છગ્ગાનો રેકોર્ડ આફ્રિકન બેટ્સમેનના નામે આઇપીએલની પ્રથમ સિઝનમાં જ નોંધાયો હતો. જે આજે પણ અતૂટ રહ્યો છે. તો ભારતીય બેટ્સમેન તેને તોડવાના માટે એક મીટરના અંતર થી રહી ગયો હતો. આવા જ પાંચ છગ્ગા બાજ બેટ્સમેનો પર એક નજર કરીઁએ.

 

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પાંચ બેટ્સમેનો લગાવી ચૂક્યા છે લાંબી સિક્સર

 

એલ્બી મોર્કલ, 125 મીટર: ઝડપી રમતના ફોર્મેટની આઇપીએલ લીગમાં સૌથી લાંબો છગ્ગો લગાવવાનો રેકોર્ડ એલ્બી મોર્કલ (Albie Morkel) ના નામે નોંધાયેલો છે. જે તેણે 2008માં 125 મીટર લાંબી સિક્સ લગાવી હતી. જે રેકોર્ડ હજુ પણ અતૂટ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ વતી થી રમતા તેણે ચેન્નાઇના મેદાન પર આ છગ્ગો લગાવ્યો હતો.

પ્રવિણ કુમાર, 124 મીટરઃ લસિથ મલિંગાની ઓવરમાં પ્રવિણકુમારે લીગનો બીજો સૌથી લાંબો છગ્ગો લગાવ્યો હતો. પંજાબ કિંગ્સ વતીથી રમતા તેણે 2011 ની સિઝનમાં આ સિક્સર ફટકારી હતી.

એડમ ગીલક્રિસ્ટ, 122 મીટરઃ પંજાબની ટીમ તરફ થી રમતા ગીલક્રિસ્ટે આઇપીએલનો ત્રીજો સૌથી લાંબો છગ્ગો લગાવ્યો હતો. જે તેણે વર્ષ 2011માં લગાવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેણે આ કમાલની સિક્સર ફટકારી હતી.

રોબિન ઉથપ્પા, 120 મીટરઃ જેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફ થી રમતા ચેન્નાઇ સુપર કિંગ્સસ સામે આ લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ઉથપ્પાએ વર્ષ 2010 માં આ લાંબી સિક્સર લગાવી હતી.

યુવરાજ સિંહ, 119 મીટરઃ સિક્સર કિંગ્સ તરીકે ઓળખાતા યુવરાજ સિંહ પણ લાંબી સિક્સરની યાદીમાં પાછળ નથી. તેનો ટોપ ફાઇવમાં સમાવેશ કરાયો છે. યુવરાજે તેની આ સિક્સર પંજાબ કિંગ્સ તરફ થી રમતા ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમતા લગાવી હતી.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: નવા સવા ખેલાડીઓ અને કેપ્ટને પાકિસ્તાનને હરાવીને ભારતને બનાવ્યુ હતુ વિશ્વ ચેમ્પિયન

આ પણ વાંચોઃ IPL 2021: ધોની પણ છૂટી ગયો પાછળ, કલકત્તા નાઇટ રાઇડર્સના દિનેશ કાર્તિકે પોતાના નામે કરી લીધો આ રેકોર્ડ, જાણો

Next Article