IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનુ ટાઇટલ જીતવાનુ સપનુ આ વખતે પુરુ થશે ! વિરાટ સેનાના ઓપનરે કહી આ વાત

|

Sep 12, 2021 | 8:03 AM

વિરાટ કોહલીના કેપ્ટનશીપ ધરાવત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એ અત્યાર સુધીમાં એક પણ વાક આઇપીએલ ટાઇટલ જીતવામાં સફળ રહી શકી નથી.

IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનુ ટાઇટલ જીતવાનુ સપનુ આ વખતે પુરુ થશે ! વિરાટ સેનાના ઓપનરે કહી આ વાત
Virat Kohli-Devdutt Padikkal

Follow us on

ઇન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 14 મી સીઝન ભારતમાં આયોજીત કરવામાં આવી રહી હતી. પરંતુ ત્યારબાદ કોરોના વાયરસના કારણે મે મહિનાના પહેલા સપ્તાહમાં તેને સ્થગીત કરવામાં આવી હતી. હવે લીગનો બીજો તબક્કો સંયુક્ત આરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. તમામ ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને તેમની તૈયારીઓમાં વ્યસ્ત છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) હજુ સુધી ટાઇટલ જીતી શકી નથી.

આ સીઝનના પહેલા તબક્કાની વાત કરીએ તો RCB ટીમ શાનદાર ફોર્મમાં હતી. હવે જોવાનું રહેશે કે ટીમ બીજા તબક્કામાં પણ પોતાનું આ જ ફોર્મ ચાલુ રાખવા સફળ રહે છે કે નહીં. ટીમના ઓપનર દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) માને છે કે, લીગના પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં ખાસ ફરક નથી. તમામ ટીમો માટે પ્રથમ તબક્કાની ગતિ જાળવી રાખવી એક બાબત હશે. પડિક્કલે એવી આશા પણ વ્યક્ત કરી છે કે, આ વખતે તેમની ટીમ ટાઇટલનો વસવસો ખતમ કરશે.

RCB એ પ્રથમ તબક્કાની સાતમાંથી પાંચ મેચ જીતી અને બે હારી. તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પડિક્કલે એક વીડિયો ઈન્ટરવ્યુમાં કહ્યું, લગભગ એવું લાગે છે કે અમે ટુર્નામેન્ટ ફરી શરૂ કરી રહ્યા છીએ. એવું લાગતું નથી કે અમે લાંબો વિરામ લીધો છે, કારણ કે અમારી વચ્ચે પૂરતું ક્રિકેટ હતું. તે મોટા વિરામ જેવું લાગતું નથી. તેથી, સિઝનના પહેલા તબક્કામાં અમારી પાસે જે લય હતી તે જાળવી રાખવાની છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પોતાના પ્રદર્શનને લઇને આમ કહ્યુ,

આઈપીએલ 2021 ના ​​પ્રથમ તબક્કામાં, પડિક્કલે મુંબઈમાં રાજસ્થાન રોયલ્સ સામે IPL ની પ્રથમ સદી ફટકારી હતી. પડિક્કલે કહ્યું, મને નહોતું લાગતું કે હું તે સમયે આવું કરી શકીશ. જોકે મને વિશ્વાસ હતો કે હું તે રન બનાવી શકું છું. મેં તે સદી ફટકારવાની કલ્પના પણ નહોતી કરી. મને બસ એટલી જ ખબર હતી કે આ કે તે દિવસ છે જ્યારે મારે કંઈક મોટું કરવાનું છે અને આવું કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે, તેવા દિવસો વારંવાર આવતા નથી. એકવાર તમારી પાસે તે પળ હોય, ફક્ત તેને સમજી લો અને મેં વિચાર્યું કે મેં તે દિવસે સારું કર્યું.

ટ્રોફી જીતવા પર કહી આ વાત

20 વર્ષીય બેટ્સમેને આ વર્ષે જુલાઈમાં શ્રીલંકા સામે T20 ડેબ્યૂ કર્યું હતું. આ સિઝનમાં બેંગ્લોરની ટ્રોફી જીતવાની આશાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પડિક્કલ આશાવાદી લાગતો હતો. તેણે કહ્યું, હું એવી આશા રાખું છું. દર વર્ષે, દરેક જણ IPL જીતવાની એક જ આશા સાથે આવે છે. આશા છે કે આ અમારુ વર્ષ હશે. અમારી પાસે સારી ટીમ છે અને કેટલાક સારા વિકલ્પો આવી રહ્યા છે. તેથી, અમે પડકાર માટે તૈયાર છીએ અને અમારી પાસે જે ફોર્મ છે તે જાળવી રાખીએ.

 

 

આ પણ વાંચોઃ Cricket: ધોની સહિત વિકેટની પાછળ આ ત્રણ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સફળ રહ્યા

આ પણ વાંચોઃ Sabarkantha: શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવેની ભંગાર હાલત, ટ્રાફિક જામની સ્થિતીથી વાહનચાલકો પરેશાન

Next Article