IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સ્ટાર ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, ત્રણ ફેરફાર સાથે નજર આવશે RCB

|

Aug 21, 2021 | 5:41 PM

RCBની ટીમે એવા સ્ટાર ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સમાવવા માટે સફળતા મળી છે, જે હાલમાં જ ભારત સામે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ટીમે 3 રિપ્લેસમેન્ટ જાહેર કર્યા છે.

IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સ્ટાર ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, ત્રણ ફેરફાર સાથે નજર આવશે RCB
Royal Challengers Bangalore

Follow us on

IPL 2021ને લઈને હવે દિવસો ગણવાની માફક ક્રિકેટના ચાહકો અને ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે. IPL ટૂર્નામેન્ટને લઈને ફ્રેન્ચાઈઝી ટીમો પણ તૈયારીઓમાં લાગી ચુકી છે. આ દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમે શ્રીલંકાના ધરખમ ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સમાવી લીધો છે. વાનીન્દુ હસારંગા (Wanidu Hasaranga)ને RCBની ટીમ દ્વારા એડમ ઝમ્પાના રિપ્લેસમેન્ટના રુપમાં સાઈન કરવામાં આવ્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

RCBએ આ અંગેની જાણકારી ટ્વીટ કરીને આપી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી બેંગ્લોરની ટીમે હસારંગાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સંપર્ક કર્યો હતો. જે હસારંગાએ અગાઉ કહી ચુક્યો હતો કે IPL ફ્રેન્ચાઈઝી દ્વારા તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હસારંગા ભારત સામેની વ્હાઈટ બોલ સિરીઝ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

 

વાનિન્દુ હસારંગા ઉપરાંત RCBની ટીમે ચામિરા (Dushmantha Chameera)ને પણ પોતાની ટીમમાં સ્થાન આપ્યુ હતુ. ચામિરા શ્રીલંકાનો સ્ટાર ઝડપી બોલર છે. આ ઉપરાંત ટીમ ડેવિડને પણ ફિન એલનના સ્થાને ટીમમાં સમાવેશ કર્યો છે. આ ત્રણેય ફેરફારો રિપ્લેસમેન્ટને લઈને કર્યા છે. આમ બીજા હાલ્ફમાં બેંગ્લોરની ટીમ વધુ મજબૂત સમીકરણ સાથે મેદાને ઉતરવા પ્રયાસ કરશે.

 

 

ભારત સામેની શ્રેણીમાં દેખાડ્યો હતો દમ

શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિન્દુ હસારંગાએ ભારત સામેની T20 સિરીઝ દરમ્યાન 7 વિકેટ ઝડપી હતી. જે દરમ્યાન તેનો ઈકોનોમી રેટ 5.58નો રહ્યો હતો. ત્રણ મેચની આ સિરીઝને હસારંગા સહિતના ખેલાડીઓના જબરદસ્ત પ્રદર્શનના દમ પર શ્રીલંકાએ જીતી લીધી હતી. ભારતીય ટીમ શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ વન ડે અને T20 સિરીઝ શ્રીલંકા સામે રમી હતી. જેમાં વન ડેમાં ભારતીય ટીમે અને T20 સિરીઝમાં શ્રીલંકાએ જીત મેળવી હતી.

સેમ્સના સ્થાને ચામિરા

આ ઉપરાંત બેંગ્લોરની ટીમમાં વધુ એક રિપ્લેસમેન્ટ તરીકે શ્રીલંકન ખેલાડીને ઉમેરવામાં આવ્યો છે. ડેનિયલ સેમ્સના સ્થાને બેંગ્લોરે શ્રીલંકાના ઝડપી બોલર દશમંથા ચામિરાનો સમાવેશ કર્યો છે. જે શ્રીલંકાનો સ્ટાર ઝડપી બોલર છે. આમ શ્રીલંકન ટીમમાં બે શાનદાર ખેલાડીઓનો ઉમેરો થતા યુએઈમાં RCBની ટીમ વધુ મજબૂતાઈથી મેદાને ઉતરવા સક્ષમ બની રહેશે.

 

હીટર ટીમ ડેવિડનો સમાવેશ

ટીમ ડેવિડ (Tim David)ને પણ RCBએ પોતાની ટીમમાં સ્થાન આપ્યુ છે. હાર્ડ હિટ્ટર બેટ્સમેન તરીકે ટીમ ડેવિડ જાણીતો બેટ્સમેન છે. વિશ્વભરમાં અનેક T20 લીગ મેચોમાં તે હિસ્સો રહી ચુક્યો છે. તે હવે IPL 2021ની બાકીની મેચોમાં RCBની ટીમ સાથે જોવા મળશે. RCBએ તેને ફિન એલનના સ્થાને ટીમમાં સ્થાન આપ્યુ છે.

 

 

 આ પણ વાંચોઃ Rashid Khan: મેચમા ના વિકેટ ઝડપી કે ના બેટ ચલાવી શક્યો, ટીમ હારી ગઇ છતાં રાશિદ ખાન આ કારણથી છવાઇ ગયો

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝ ટેસ્ટમાં કેએલ રાહુલ પર રહેશે નજર, ફોર્મ જાળવી રાખશે તો ઇંગ્લેન્ડ પર રહેશે આ કારણથી ભારે

Next Article