IPL 2021: ધોની પાસે તૈયાર થયો, અને રાજસ્થાન થી કોલકાતા પહોચેલો રાહુલ ત્રિપાઠી 2021 ની સિઝનમાં ચમકી ઉઠ્યો

|

Oct 14, 2021 | 10:18 AM

આ ખેલાડીએ 2017 થી IPL માં પગ મૂક્યો ત્યાર થી તેની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી. આ સિઝનમાં તે શાનદાર ફોર્મમાં રહ્યો છે.

IPL 2021: ધોની પાસે તૈયાર થયો, અને રાજસ્થાન થી કોલકાતા પહોચેલો રાહુલ ત્રિપાઠી 2021 ની સિઝનમાં ચમકી ઉઠ્યો
Rahul Tripathi

Follow us on

કોલકાતા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) IPL-2021 ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગુરુવારે રાત્રે રમાયેલા રોમાંચક ક્વોલિફાયર -2 માં કોલકાતાએ દિલ્હીને એક બોલ અગાઉ હરાવ્યું હતું. કોલકાતાની હાર આ મેચમાં એક તબક્કે નિશ્ચિત જણાતી હતી, પરંતુ એક બેટ્સમેને પોતાની હાર બચાવી લીધી છે. આ ખેલાડીનું નામ રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) છે. ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારી કોલકાતાને ફાઈનલમાં લઈ ગયો.

ત્રિપાઠીએ 11 બોલમાં 12 રન બનાવ્યા પરંતુ તેની ઇનિંગ મેચ વિનિંગ સાબિત થઈ. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ પાંચ વિકેટે 135 રન બનાવ્યા હતા. લક્ષ્ય સરળ હતું પરંતુ કોલકાતા માટે આ લક્ષ્ય મુશ્કેલ બની ગયું.

જોકે, કોલકાતાએ બીજી ઇનિંગ રમીને શાનદાર શરૂઆત કરી હતી. વેંકટેશ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી હતી. બીજી બાજુ, અન્ય ઓપનર શુભમન ગિલ ચાર રનથી અડધી સદી ચૂકી ગયો. અય્યરે 41 બોલમાં 55 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. જ્યારે ગિલે 46 બોલમાં 46 રન બનાવ્યા હતા. ગિલે તેની ઇનિંગ્સમાં માત્ર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ આ બંને પેવેલિયન પરત ફરતા જ કોલકાતા પર હારનું સંકટ ઉભું થઈ રહ્યું હતું.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

એક સમયે કોલકાતાનો સ્કોર 96 રનમાં એક વિકેટ હતો અને પછી તે 130 રનમાં સાત વિકેટ બની ગયો હતો. અહીંથી એવું લાગતું હતું કે દિલ્હી મેચ હારી જશે. પરંતુ કોલકાતાને છેલ્લા બે બોલમાં છ રનની જરૂર હતી. સામે રવિચંદ્રન અશ્વિન જેવો બોલર હતો પણ ત્રિપાઠીએ તેના બોલ પર સિક્સર ફટકારી ટીમને વિજય અપાવ્યો.

ધોનીની ટીમ થી ચમક્યો હતો

ત્રિપાઠીનો ઉદય આઈપીએલમાં ઘણા સમય પહેલા થયો હતો. 2016 માં જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો પર પ્રતિબંધ મુકાયો હતો, ત્યારે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ નામની ટીમ આવી હતી. આ ટીમમાં ધોની હતો જે 2016 માં ટીમનો કેપ્ટન હતો. 2017 માં પણ આ ટીમ રમી હતી. આ સિઝનમાં ત્રિપાઠીએ તેની પ્રથમ આઈપીએલ રમી હતી.

અજિંક્ય રહાણે સાથે તેની ઓપનિંગ જોડી જામી હતી અને જમણા હાથના બેટ્સમેને તે સિઝનમાં 14 મેચમાં 391 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર તેના નામે 93 રન હતો. ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી. આ પછી આ ટીમ IPL છોડીને ત્રિપાઠી રાજસ્થાન પહોંચ્યો હતો. 2018 માં તેણે 12 મેચમાં 226 રન બનાવ્યા હતા. 2019 માં, તેણે આઠ મેચ રમી અને માત્ર 141 રન બનાવ્યા. તે રાજસ્થાન ટીમમાં પણ બહુ સફળ ન રહ્યો હતો અને ટીમે તેને વધારે તક આપી ન હતી.

શાહરુખની ટીમને એન્ટ્રી મળી

IPL 2020 માં તેને કોલકાતાની જર્સી પહેરવાનો મોકો મળ્યો. આ સિઝનમાં ત્રિપાઠીએ 11 મેચ રમી અને 230 રન બનાવ્યા હતા. અહીંથી તે ટીમના મહત્વના બેટ્સમેનોમાંનો એક બની ગયો. ટીમે તેના પર આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને આ સિઝનમાં તેને તમામ મેચમાં તક આપી હતી.

ત્રિપાઠી આ માન્યતા પર ખરો ઉતર્યો અને નિર્ણાયક સમયે પોતાનું બેટ બતાવ્યું, શાહરૂખ ખાનની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સને તેની ત્રીજી ફાઇનલમાં લઈ ગયો. ત્રિપાઠીએ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 16 મેચમાં 395 રન બનાવ્યા છે. તેણે બે અડધી સદી ફટકારી છે.

 

આ પણ વાંચોઃ IPL: એક સમયે ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીને કોઇએ ખરિદ્યો જ નહોતો, હવે 10 ટીમોની હરાજીમાં ભાગ લેવા લલચાયો

આ પણ વાંચોઃ IPL 2021: હાર બાદ કોઇ રડી પડ્યુ તો કોઇ દુઃખી થઇને મેદાન પર જ સુઇ ગયુ, દિલ્હી કેપિટલ્સની ટીમને છેક કિનારે આવીને ચૂકી ગયાનો અફસોસ

Next Article