IPL 2021, Purple Cap: હર્ષલ પટેલ 40મી મેચ બાદ પણ નંબર-1, આવેશ ખાન બીજા નંબર, જાણો પર્પલની રેસના ટોપ ફાઇવ બોલર

સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ (Purple Cap) આપવામાં આવે છે. છેલ્લી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ઝડપી બોલર કાગીસો રબાડા એ પર્પલ કેપ મેળવી હતી. રબાડાએ 30 વિકેટ લીધી હતી.

IPL 2021, Purple Cap: હર્ષલ પટેલ 40મી મેચ બાદ પણ નંબર-1, આવેશ ખાન બીજા નંબર, જાણો પર્પલની રેસના ટોપ ફાઇવ બોલર
Harshal Patel
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:12 AM

IPL 2021 માં, લીગની 40 મી મેચ સોમવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. આ મેચ સાથે, પ્લેઓફ માટેની રેસ એકદમ રસપ્રદ બની ગઈ છે. પોઈન્ટ ટેબલની સાથે આ મેચની અસર પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસ પર જોવા મળી રહી છે. જેમ જેમ લીગ આગળ વધી રહી છે, ઓરેન્જ કેપ (Orange Cap) માટેની રેસ પણ વધુ રસપ્રદ બની રહી છે.

આઇપીએલ માં દરેક બોલરને એક સપનુ હોય છે કે તે ટીમને જીત અપાવે. જોકે આ સાથે જ તેનો એ પણ પ્રયાસ હોય છે કે, તે પર્પલ કેપ પણ કબ્જો કરે. આઇપીએલમાં કોઇ પણ બોલરના માટે પર્પલ કેપ મોટુ સન્માન માનવામાં આવે છે. દરેક સીઝનના અંતે, આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે, જે લીગમાં સૌથી વધુ વિકેટ લેવામાં સફળ રહે છે. દરેક મેચ બાદ આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે, જે તે સમયે આ યાદીમાં ટોચ પર હોય. છેલ્લી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ઝડપી બોલર કાગીસો રબાડા એ પર્પલ કેપ મેળવી હતી. રબાડાએ 30 વિકેટ લીધી હતી. અત્યાર સુધી આ સિઝનમાં હર્ષલ પટેલ (Harshal Patel) આ કેપ પર કબજો જમાવી બેઠો છે.

40 મેચ બાદ આ છે સ્થિતી

સિઝનના પહેલા હાફના અંતે, RCB ના હર્ષલ પટેલ સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં આગળ હતો. હવે બીજા હાફમાં પણ તેણે કોઈને પણ પોતાનાથી આગળ નિકળવાની તક આપી નથી. પંજાબ કિંગ્સરના મોહમ્મદ શામી 10 મેચ રમીને 13 વિકેટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે પંજાબ કિંગ્સના બીજા બોલર અર્શદીપ સિંહ 13 વિકેટ 8 મેચ રમીને ઝડપી છે. આમ તે બંને પણ ટોપ ફાઇવ માટે ટક્કર આપી રહ્યા છે.

ટોપ-5 બોલર યાદી

હર્ષલ પટેલ (RCB) – 23 વિકેટ (10 મેચ)
આવેશ ખાન (ડીસી) – 15 વિકેટ (10 મેચ)
જસપ્રિત બુમરાહ (MI) – 14 વિકેટ (10 મેચ)
ક્રિસ મોરિસ (RR) – 14 વિકેટ (9 મેચ)
રાશિદ ખાન (SRH) – 13 વિકેટ (10 મેચ)

 

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત

આ પણ વાંચોઃ Mithali Rajની સ્ટ્રાઈક રેટની ટીકાથી ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગુસ્સે થયા, ટોણા મારનારાઓનું મોઢું બંધ કર્યું