એક યુવાન બોલરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માં વિકેટનુ તોફાન સર્જી દીધુ છે. દરેક મેચમાં તે એવો ઘાતક હુમલો કરી રહ્યો છે કે, બેટ્સમેનો પરેશાન થઇ ચૂક્યા છે. તે તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે, IPL 2021 હાલમાં સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ રેસમાં મોખરે છે. તેની આસપાસ કોઈ બોલરનુ નામ નથી. આ ધમાલ મચાવનાર ખેલાડીનું નામ હર્ષલ પેટલ (Harshal Patel) છે, જેણે IPL 2021 સીઝનમાં હેટ્રિક લીધી છે.
બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને સાત વિકેટે હરાવ્યું હતું. હર્ષલે આ મેચમાં ફરી એકવાર પોતાનો પ્રભાવ છોડ્યો હતો. હર્ષલે આ મેચમાં 34 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. આ મેચ બાદ પણ પર્પલ કેપમાં પ્રથમ સ્થાનેથી હર્ષલ પટેલને કોઈ હટાવી શક્યું નથી. દિલ્હીનો આવેશ ખાન બીજા નંબરના સ્થાન પર છે અને તે હજુ હર્ષલથી ઘણો દૂર છે.
દરેક બોલર આઈપીએલમાં ટીમને જીતવાનું સપનું જુએ છે, પરંતુ સાથે સાથે તે પર્પલ કેપ મેળવવાનો પ્રયત્ન કરે છે. IPL માં કોઈપણ બોલર માટે પર્પલ કેપ સૌથી મોટો એવોર્ડ છે. દરેક સીઝનના અંતે, તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સૌથી વધુ વિકેટ લીધી હોય.
આ દરમ્યાન, ટુર્નામેન્ટ વેળા દરેક મેચ પછી, એકંદરે સૌથી વધુ વિકેટ લેનારને તેના માથા પર પર્પલ કેપ સજાવવામાં આવે છે. આઈપીએલની છેલ્લી સીઝનમાં 17 મેચમાં 30 વિકેટ લેનાર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના કાગિસો રબાડાના માથા પર પર્પલ કેપ શણગારવામાં આવી હતી.
સિઝનના પહેલા હાફના અંતે, આરસીબીનો હર્ષલ પટેલ સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં આગળ હતો. હવે બીજા હાફમાં પણ તેણે કોઈને પોતાનાથી ઓવરટેક કરવાની તક આપી નથી.
1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 11 મેચ, 26 વિકેટ
2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 11 મેચ, 18 વિકેટ
3. જસપ્રિત બુમરાહ (મુંબઈ ઇન્ડિયન્સ) – 11 મેચ, 16 વિકેટ
5. મોહમ્મદ શામી (પંજાબ કિંગ્સ) -11 મેચ 14 વિકેટ
4. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 10 મેચ, 14 વિકેટ