IPL 2021 ના બીજા તબક્કાની ની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઇ હતી. આ મેચ સાથે તેઓેએ બીજા તેમના તબક્કાની રમતની શરૂઆત કરી હતી. આ મેચ KKR માટે ખૂબ મહત્વની હતી. કારણ કે ટીમ પોઈન્ટ ટેબલ (IPL Point Table) માં સાતમા ક્રમે હતી. આ સાથે, લીગની 31 મેચ પૂર્ણ થઈ છે. પ્રથમ મેચ બાદ પર્પલ કેપ (Purple Cap 2021) રેસમાં બહુ ફેરફાર થયો ન હતો. અને, બીજા ચરણની બીજી મેચ એટલે કે સિઝનની 31 મી મેચ પછી પણ પરીસ્થિતિ યથાવત છે.
દરેક સીઝનની જેમ આ વખતે પણ પર્પલ કેપ રેસ શરૂઆતથી જ ખૂબ જ રોમાંચક રહી હતી. દરેક બોલર ની કોશિષ હોય છે કે સીઝનના અંતે તેના માથા પર પર્પલ કેપ સજી શકે. આ કેપ દરેક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને આપવામાં આવે છે. લીગ દરમિયાન દરેક મેચ બાદ, સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ટોચ પર રહેનાર બોલરને આ પર્પલ કેપ મળે છે, ઘણી વખત આ સ્થિતિ દરેક મેચ બાદ બદલાય છે. જોકે આ વખતે કહાની થોડી અલગ છે.
અંતિમ સીઝનમાં દિલ્હી કેપિટલ્સના કાગીસો રબાડાના માથા પર પર્પલ કેપ સજાવવામાં આવી હતી. જોકે આ વખતે તે ટોપ 10 માં પણ નથી. તેની જગ્યાએ, આ વખતે ઘણા યુવા ખેલાડીઓ ટોચના બોલરોમાં સામેલ છે. RCB ના હર્ષલ પટેલ (Harshal Patel) ટોચના સ્થાને રહ્યો. તે આ સિઝનમાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે, તેણે 17 મેચમાં 30 વિકેટ લીધી છે. જો કે, લીગની 31 મેચ બાદ, તે પર્પલ કેપ રેસમાં મોટાભાગના સમય માટે આ યાદીમાં ટોચ પર રહ્યો છે.