IPL 2021, Purple Cap: IPL 2021 ના લીગ રાઉન્ડમાં અત્યાર સુધીમાં 34 મેચ રમાઈ છે. બુધવારે લીગની 34 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ હતી. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ સાથે પોઈન્ટ ટેબલમાં ફેરફાર જોવા મળ્યો છે. મુંબઇ હવે છઠ્ઠા સ્થાન પર ધકેલાઇ ગયુ છે, જ્યારે KKR ચોથા સ્થાન પર પહોંચી ગયુ છે. જોકે મેચના અંતે પર્પલ કેપ (Purple Cap) ટોપ ફાઇવની રેસ યથાવત રહી હતી.
પોતાની ટીમને ટાઇટલ જીતાડવા ઉપરાંત, બોલરોની નજર પર્પલ કેપ પર હોય છે. આઈપીએલની પ્રથમ સીઝનથી બોલરોને આ ખાસ પુરસ્કાર આપવામાં આવે છે. જેના માટે તેમણે પુષ્કળ પરસેવો પાડવો પડે છે. લીગની સાથે સાથે પર્પલ કેપ ની રેસ પણ ચાલી રહી છે. પર્પલ કેપ બોલરને આપવામાં આવે છે જેણે સિઝનના અંતે સૌથી વધુ વિકેટ લીધી હતી.
આ દરમ્યાન સમગ્ર લીગ દરમિયાન દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીના માથા પર હોય છે. જે તે સમયે આ યાદીમાં ટોચ પર હોય છે. ગયા વર્ષની સિઝનના અંતે દિલ્હી કેપિટલ્સના કાગીસો રબાડાએ આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે 17 મેચમાં 30 વિકેટ લીધી હતી.
લીગના પહેલા તબક્કાથી અત્યાર સુધી પર્પલ કેપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના હર્ષલ પટેલે કબજે કરી છે. તેણે લીગમાં પોતાની ક્ષમતા બતાવી છે. પર્પલ કેપ હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઝડપી બોલર હર્ષલ પટેલના માથા પર સજેલી છે. તેના ખાતામાં આઠ મેચમાં 17 વિકેટ છે. બીજા તબક્કાની પ્રથમ મેચમાં તે KKR સામે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની મેચ બાદ ટોપ -5 માં ફેરફાર થયો હતો. હૈદરાબાદનો રાશિદ ખાન પાંચમા સ્થાને સામેલ થયો હતો. હવે આરસીબીની ટીમ શુક્રવારે ચેન્નાઇ સામે મેદાને ઉતરનારી છે.
1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 8 મેચ, 17 વિકેટ
2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 9 મેચ, 14 વિકેટ
3. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 8 મેચ, 14 વિકેટ
4. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) – 7 મેચ, 12 વિકેટ
5. રાશિદ ખાન (સનરાઇઝર્સ હૈદરાબાદ) – 8 મેચ, 11 વિકેટ