IPL 2021 ના લીગ રાઉન્ડમાં અત્યાર સુધીમાં 37 મેચ રમાઈ છે. લીગની ના બીજા તબક્કામાં શનિવારનો દિવસ ડબલ હેડર હતો જેમાં પહેલા રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઇ હતી. બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ મેચમાં દિલ્હી (Delhi Capitals) અને બીજી મેચમાં પંજાબે (Punjab Kings) જીત હાંસલ કરી હતી.
UAE માં ફરી એક વખત લીગ શરૂ થયા બાદ રોમાંચ વધી રહ્યો છે. પ્લેઓફ માટેની લડાઈ વધુ ટક્કર ભરી બની રહી છે. તેવી જ રીતે, પર્પલ કેપ માટે પણ રેસ જામી છે. આ કેપની રેસમાં ઘણા ખેલાડીઓ પોતાની તાકાત લગાવી રહ્યા છે.
પર્પલ કેપ શ્રેષ્ઠ બોલિંગ કરનારા બોલરોના માથાને સજે છે. દરેક બોલર પોતાની ટીમ માટે વધુ વિકેટ લેવાનો પ્રયત્ન કરે છે અને આ કેપ તેના નામે કરે છે. આ ખાસ પુરસ્કાર IPL ની પ્રથમ સિઝનથી બોલરોને આપવામાં આવે છે. પરંતુ તેને હાંસલ કરવા માટે બોલરોએ પોતાની પૂરી તાકાત લગાવવી પડે છે. પરસેવો પણ મેદાન પર રેડવો પડે છે. ત્યાર પછી આ જાંબલી ટોપી બોલરના માથા પર સજાવવામાં આવે છે.
જે આઇપીએલની સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય તે બોલર આ કેપ મેળવવાનો હકદાર રહે છે. ટૂર્નામેન્ટ દરમ્યાન તેના હકદાર પ્રદર્શનના આધારે બદલાતા દરેક મેચ બાદ બદલાતા પણ રહેતા હોય છે. ગયા વર્ષે આ કેપ દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડાના માથા પર સજાવવામાં આવી હતી. જેણે 17 મેચમાં 30 વિકેટ લીધી હતી.
સિઝનના પહેલા હાફના અંતે RCB ના હર્ષલ પટેલ (Harshal Patel) સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં મોખરે રહ્યો છે. બીજા તબક્કામાં પણ તે રેસમાં પ્રથમ નંબર પર બરકરાર છે. હર્ષલ પટેલે બીજા તબક્કામાં 19 વિકેટ સાથે પ્રથમ સ્થાન માટે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી. શનિવારે ડબલ હેડર મેચોના પરિણામ બાદ ટોપ ફાઇવ લીસ્ટમાં ફેરફાર થયો છે. મોહમંદ શામીએ ટોપ-5 ની યાદીમાં એન્ટ્રી મારી છે. તેણે રાશિદ ખાનને આ લીસ્ટથી બહાર કરી દીધો છે.
1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 9 મેચ 19 વિકેટ
2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 10 મેચ 14 વિકેટ
3. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 8 મેચ 14 વિકેટ
4. મોહંમદ શામી (પંજાબ કિંગ્સ) – 10 મેચ 13 વિકેટ
5. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) – 8 મેચ 12 વિકેટ