IPL 2021 નો બીજો તબક્કો UAE માં રમાઇ રહ્યો છે. રવિવારથી શરૂ થયેલા બીજા તબક્કામાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. લીગની 32 મી મેચ મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. જેમ જેમ લીગ આગળ વધી રહી છે તેમ પોઈન્ટ ટેબલ માટેની રેસ રોમાંચક બની રહી છે. આ સાથે, ઓરેન્જ કેપ (Orange Cap) માટેની રેસ પણ રોમાંચક બની રહી છે.
લીગમાં રમતા દરેક બેટ્સમેનનું કેપનું સપનું છે. હાલમાં, દિલ્હી કેપિટલ્સના શિખર ધવન (Shikhar Dhawan) આ રેસમાં આગળ હતા. પરંતુ હવે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) તેની બરાબરી કરી લીધી છે. બંનેના 380-380 રન છે. રાહુલે રાજસ્થાન સામે 49 રનની ઇનિંગ રમીને ધવનની બરાબરી કરી હતી.
ઓરેન્જ કેપ તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવે છે. દરેક મેચ બાદ આ કેપની સ્થિતિ બદલાતી રહે છે. દરેક મેચ બાદ જે ખેલાડી આ યાદીમાં પ્રથમ સ્થાને હોય છે, આ કેપ તેના માથા પર હોય છે. પોઇન્ટ ટેબલની રેસ ઓરેન્જ કેપની જેમ રોમાંચક અને ઉતાર -ચઢાવથી ભરેલી હોય છે. ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલ (KL Rahul) પાસે હતી. આ સિઝનમાં પણ શરૂઆતથી આ કેપ માટે એક શાનદાર રેસ જોવા મળી હતી, જે હજુ પણ ચાલુ છે. જોકે, દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન આ રેસમાં કેટલીક મેચોથી આગળ છે.
IPL 2021 ના પહેલા ભાગના અંત સુધી, સિઝનની ઓરેન્જ કેપ દિલ્હી કેપિટલ્સના અનુભવી ઓપનર શિખર ધવન પાસે છે. ધવને ભારતમાં પ્રથમ હાફમાં 54 ની સરેરાશથી 380 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ રાજસ્થાન રોયલ્સ સામે મંગળવારે રમેલી તેની ઇંનીંગ ને લઇને હવે તે ધવનની બરાબરી પર પહોંચી ચુક્યો છે. તેની શાનદાર ઇનિંગના આધારે દિલ્હી પ્રથમ હાફના અંત સુધી લીગ ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યું હતુ.
1) શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 380 રન
2) કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) – 8 મેચ, 380 રન
3) ફાફ ડુ પ્લેસિસ (ચેન્નાઈ સુપર કિંગ્સ) – 8 મેચ, 320 રન
4) પૃથ્વી શો (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 308 રન
5) ઋતુરાજ ગાયકવાડ (ચેન્નાઇ સુપર કિંગ્સ) – 8 મેચ, 284 રન