IPL 2021 Orange Cap: કેએલ રાહુલ હજુ પણ સૌથી વધુ રનના મામલામાં આગળ, ગ્લેન મેક્સવેલની પણ ટોપ ફાઇવમાં ધમાકેાર એન્ટ્રી

|

Oct 09, 2021 | 10:10 AM

ઓરેન્જ કેપ (Orange Cap) ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) માં બેટ્સમેનો માટે સૌથી મોટો એવોર્ડ છે. જે બેટ્સમેન આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવે છે, તેના માથા પર આ કેપ સજાવવામાં આવે છે.

IPL 2021 Orange Cap: કેએલ રાહુલ હજુ પણ સૌથી વધુ રનના મામલામાં આગળ, ગ્લેન મેક્સવેલની પણ ટોપ ફાઇવમાં ધમાકેાર એન્ટ્રી
KL Rahul

Follow us on

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. પ્લેઓફ માટે ચાર ટીમો મળી ગઈ છે અને હવે ટાઇટલ માટેની વાસ્તવિક લડાઈ શરૂ થવાની છે. પરંતુ આ લડાઈ સિવાય, ઓરેન્જ કેપ (Orange Cap) માટે બેટ્સમેનો વચ્ચે લડાઈ ચાલી રહી છે. શુક્રવારે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં RCB એ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. બીજી મેચમાં મુંબઈ ઈન્ડીયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

આઈપીએલ રમી રહેલા દરેક બેટ્સમેન માટે ઓરેન્જ કેપ સૌથી મોટો ખિતાબ છે. તેથી જ દરેક બેટ્સમેન રન બનાવીને પોતાની ટીમને જીતાડવા સિવાય પોતે પણ આ કેપ જીતવા માંગે છે. આ માટે તે પોતાની તમામ તાકાત આપે છે.

ઓરેન્જ કેપ માટેની રેસ પણ રસપ્રદ બની છે. જ્યાં મોટા ફેરફારો સતત જોવા મળે છે. ક્યારેક કોઈ ટોપ -5 માં આગળ વધે છે તો ક્યારેક કોઈ બીજું. જો કે, આમાં માત્ર થોડા નામો આગળ છે. શુક્રવારની બે મેચ બાદ ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ની એન્ટ્રી ટોપ-5 માં થઇ છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ કેપ કોને મળે છે

ઓરેન્જ કેપ ઇન્ડીયન પ્રીમિયર લીગમાં બેટ્સમેનો માટે સૌથી મોટો એવોર્ડ છે. જે બેટ્સમેન આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવે છે. તેના માથા પર ઓરેન્જ કેપ શોભે છે. ઓરેન્જ કેપની શ્રેણી લીગની પ્રથમ સીઝનથી ચાલુ છે. સમગ્ર લીગ દરમિયાન, વિવિધ બેટ્સમેનોને ઓરેન્જ કેપ મળે છે. અંતે, તે બેટ્સમેનના માથાને સજાવાય છે, જેણે સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેની રેસ હંમેશા ખૂબ જ રસપ્રદ હોય છે, આ વખતે પણ જબરદસ્ત ઈનિંગ રમનાર બેટ્સમેનો આ રેસમાં રહે છે.

ગયા વર્ષે રાહુલ હતો કિંગ

ગત સિઝનમાં ઓરેન્જ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ના નામે હતી. તેણે સિઝનમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે પોતાની શાનદાર બેટિંગ સાથે રેસ રહ્યો છે. તેના સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડ પણ આ રેસમાં સામેલ છે. લીગના અંતે કોને આ કેપ મળશે તે જોવું રહ્યું. ઓરેન્જ કેપમાં મેચ બાદ મોટે ભાગે ટોપ-5 માં ફેરફાર જોવા મળી રહ્યા છે.

 

ઓરેન્જ કેપની રેસમાં આ 5 બેટ્સમેન છે આગળ

કેએલ રાહુલ (PBKS) – 13 મેચ, 626 રન
ફાફ ડુ પ્લેસિસ (CSK) – 14 મેચ, 546 રન
શિખર ધવન (DC) – 13 મેચ, 544 રન
ઋતુરાજ ગાયકવાડ (CSK) – 14 મેચ, 533 રન
ગ્લેન મેક્સવેલ (RCB) – 14 મેચ, 498 રન

 

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: હર્ષલ પટેલના નામની આઇપીએલમાં ધૂમ મચી છે, ચેન્નાઇના ખેલાડીનો રેકોર્ડ તોડવાની તૈયારી

આ પણ વાંચોઃ IPL 2021: ટીમ ઇન્ડીયાને T20 વિશ્વકપ પહેલા રાહત, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવનુ ફોર્મ પરત ફર્યુ

 

 

Next Article