IPL 2021 ના લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ શુક્રવારે રમાશે. આ બંને મેચ એક સાથે રમવાની છે. લીગના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે એક સાથે બે મેચ રમાશે. એક મેચ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. જો કે, મુંબઈ ઇન્ડીયન્સ આજે કેમ ન જીતી શકે, બીજી બાજુ, KKR ની જીત પછી, હવે માત્ર એક ચમત્કાર જ તેમને પ્લેઓફમાં લઈ જઈ શકે છે.
સનરાઇઝર્સ જેવી ટીમને છેલ્લી મેચ રમવાનો ફાયદો થશે કે કેમ. તેમ પૂછતાં મુંબઇના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યું હતું કે, તમામ આઠ ટીમો એકબીજાને હરાવી શકે છે. સારી વાત એ છે કે કેકેઆરની મેચ અમારી આગળ છે, તેથી અમે જાણી શકીએ છીએ કે શું કરવું જોઈએ. જોકે મુંબઈ ટીમ મેનેજમેન્ટ તેમના બોલરોના પ્રદર્શનથી ખુશ હશે. જેમણે અગાઉની મેચમાં 90 રને રોયલ્સને આઉટ કર્યા હતા.
ઝડપી બોલર જસપ્રિત બુમરાહે અત્યાર સુધીમાં 19 વિકેટ લીધી છે. છેલ્લી મેચમાં નાથન કુલ્ટર-નાઇલે ચાર વિકેટ લીધી હતી. બીજી બાજુ, સનરાઇઝર્સ, પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, તે જીત સાથે વિદાય લેવાનું પસંદ કરશે. કેપ્ટન કેન વિલિયમ્સને છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે વેગ જાળવી રાખવા ઈચ્છશે. જેસન રોય, અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમાદ અને રિદ્ધિમાન સાહા પાસેથી પણ સહયોગની જરૂર પડશે.
મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) IPL 2021 ની 55 મી મેચ 8, ઓક્ટોબર, શુક્વારે રમાશે.
અબુ ધાબી ના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચ રમાશે.
મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે.
મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.
મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.
Published On - 9:35 am, Fri, 8 October 21