IPL 2021: ફાઇનલ પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સ ની છાવણી સૂમસામ બની ગઇ, આ કારણ થી KKR માં છવાઇ ગઇ નિરાશા

|

Oct 15, 2021 | 5:01 PM

IPL 2021 ની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે ટક્કર છે. ચેન્નાઈએ 3 વખત અને કોલકાતાએ 2 વખત ખિતાબ જીત્યો છે.

IPL 2021: ફાઇનલ પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સ ની છાવણી સૂમસામ બની ગઇ, આ કારણ થી KKR માં છવાઇ ગઇ નિરાશા
Shahrukh Khan

Follow us on

ઇન્ડીયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021 ) ની ફાઇનલ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર છે. ટાઇટલ માટે, એમએસ ધોની (MS Dhoni) ની સેના અને ઇઓન મોર્ગનના લડવૈયાઓ વચ્ચે સીધી લડાઈ છે. KKR અને CSK એ આ સિઝનમાં શાનદાર રમત દર્શાવી છે અને હવે બંને ટીમો અંતિમ મેચ માટે સજ્જ છે. જોકે, ફાઇનલ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના કેમ્પમાં એક અલગ નિરાશા જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ ફ્રેન્ચાઈઝીના માલિક અને બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shahrukh Khan) ને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

શાહરૂખે ટીમના ખેલાડીઓ સાથે વાત પણ નહોતી કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ સાથે અત્યાર સુધી વાત કરી નથી. એક રિપોર્ટ અનુસાર, KKR મેનેજમેન્ટ નિરાશ છે કે શાહરૂખ ખાન ફાઇનલ માટે દુબઇ નથી આવી રહ્યો. જો બધું બરાબર હોત, તો શાહરૂખ ખાન ચોક્કસપણે ફાઇનલ જોવા આવત અને દરેક ખેલાડી સાથે ખુદ વાતચીત કરતો. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન KKR ના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે, પરંતુ તેણે ખેલાડીઓથી અંતર રાખ્યું છે.

જણાવી દઈએ કે શાહરુખ ખાનનો પુત્ર આર્યન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. તેને જામીન મળવાના બાકી છે. હાલમાં, આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી આર્થર રોડ જેલમાં રહેશે. દીકરાની ધરપકડ બાદથી શાહરૂખ ખાને KKR ટીમ થી અંતર રાખ્યું છે અને આ જ કારણ છે, કે દરેક ખેલાડી અંતિમ મેચ પહેલા તેને મિસ કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

KKR નુ શાનદાર પ્રદર્શન

તમને જણાવી દઈએ કે IPL 2021 માં કેકેઆરનું પ્રદર્શન કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી ઓછું નથી. KKR એ ભારતમાં રમાયેલી 7 માંથી 5 મેચ હારી હતી પરંતુ દુબઇ લેગમાં આ ટીમે 7 માંથી 5 મેચ જીતી અને પછી એલિમિનેટર મેચમાં બેંગ્લોર અને ક્વોલિફાયર 2 માં દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી. જો KKR ની ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવે છે, તો તે ચોક્કસપણે શાહરુખ ખાનને થોડી ખુશી આપશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોની આજે વિક્રમ સર્જીને રચી શકે છે ઇતિહાસ, જે દુનિયાના કોઇ કપ્તાન નથી કરી શક્યા એ આજે માહિ કરશે

આ પણ વાંચોઃ IPL 2021: ધોની આજે આઇપીએલની અંતિમ મેચ રમશે ? કોલકાતા સામે ફાઇનલ પહેલા ચાહકોને થવા લાગી ચિંતા

Next Article