IPL 2021 હાલમાં ઇંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો, પત્રકારો અને ચાહકોના નિશાના પર છે. આઇપીએલ પર ઇંગ્લિશ કેમ્પની નારાજગીનું કારણ પહેલાથી જ બધાને ખબર છે-માન્ચેસ્ટર ટેસ્ટ. એક મહિનાથી વધુ સમયથી રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની નિર્ણાયક મેચ શુક્રવારે શરૂ થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કેસોને કારણે તેને રદ કરવી પડી હતી. આ જ કારણ છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ નિષ્ણાતો બીસીસીઆઈને દોષી ઠેરવી રહ્યા છે. આ માટે IPL ખેલાડીઓના લોભને દોષ દઇ રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ઇરફાન પઠાણે આવા જ કેટલાક લોકોને રમુજી જવાબો આપ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની આ જાણીતી ફ્રેન્ચાઇઝી T20 લીગની કોરોના પ્રભાવિત 14 મી સિઝન 19 સપ્ટેમ્બરથી યુએઇમાં ફરી થી શરુ થવા જઇ રહી છે. જેના માટે ટીમો પણ પહોંચી ચુકી છે. માન્ચેસ્ટર ટેસ્ટ આ સીઝનના માત્ર 5 દિવસ પહેલા 14 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે સમાપ્ત થવાની હતી, ત્યારબાદ ખેલાડીઓએ સીધા ઈંગ્લેન્ડથી યુએઈ માટે રવાના થવાનુ હતું. હવે ટેસ્ટ થઈ શકી નથી અને ભારતીય ખેલાડીઓ યુએઈ પહોંચવા લાગ્યા છે અને તેના કારણે સમગ્ર અંગ્રેજી મીડિયા અને સોશિયલ મીડિયામાં ભૂતપૂર્વ અંગ્રેજી ક્રિકેટરો આઈપીએલને જવાબદાર ઠેરવતી ટિપ્પણીઓથી ભરેલ છે.
ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ, ભારતીય ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટ રમવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ટેસ્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીંથી, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન, કેવિન પીટરસન, ભૂતપૂર્વ બોલર સ્ટીવ હાર્મિસન સહિત ઇંગ્લેન્ડના ક્રિકેટ પત્રકારો આઇપીએલને દોષીત ગણાવી રહ્યા છે.
આ લોકોને જ પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે ચુંટલો ખણવાના અંદાજ થી જવાબ આપ્યો છે. પઠાણે ટોણો મારીને ટ્વીટ કર્યુ હતુ, મારો દાંત પડી ગયો છે, શુ હું IPL ને દોષ આપી શકૂ છું? #EasyTarget (આસાન નિશાન).
My tooth fell of,can I blame the @IPL ?? #easytarget
— Irfan Pathan (@IrfanPathan) September 11, 2021
ભારતીય ખેલાડીઓ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર ન હતા કારણ કે મેચ એક કે બે દિવસ મોડી શરૂ કરવી અને તે દરમિયાન કોરોના સંક્રમણ સામે આવે તો, તેમને લગભગ 2 અઠવાડિયા સુધી ઇંગ્લેન્ડમાં ક્વોરન્ટાઇનમાં રહેવું પડે. તેના કારણે આઈપીએલની શરૂઆતની મેટોમાં ચેમની ગેરહાજરી રહેતી. સાથે જ મેન્ટલ હેલ્થની બાબત પણ સામે આવવાનો ડર હતો.
જો કે, ભારતીય ખેલાડીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ઇંગ્લિશ બોર્ડે તેમને સલામતીની સંપૂર્ણ ખાતરી આપી હતી. તેમ છતાં, ભારતીય ખેલાડીઓએ એકજૂટ થઈને ટેસ્ટ મેચ ન રમવાના તેમના વલણ પર મજબૂત રહ્યા હતા. ત્યારબાદ મેચ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.