IPL 2021: ધોનીની ટીમ CSK માં સેમ કરનના સ્થાને રોહિત શર્માની ટીમના આ કેરેબિયન ખેલાડીને સમાવી લેવાયો

|

Oct 06, 2021 | 11:54 PM

પીઠના નીચલા ભાગે ઈજાના કારણે સેમ કરન ( Sam Curran) IPLઅને ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માંથી બહાર થઈ ગયો છે. CSK માં તેની જગ્યાએ આ વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી લેવામાં આવ્યો છે.

IPL 2021: ધોનીની ટીમ CSK માં સેમ કરનના સ્થાને રોહિત શર્માની ટીમના આ કેરેબિયન ખેલાડીને સમાવી લેવાયો
Sam Curran-Dominic Drakes

Follow us on

IPL-2021 ના ​​પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બનનારી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને તાજેતરમાં જ આંચકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડના તેના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સેમ કરન ( Sam Curran) તેની પીઠની સમસ્યાને કારણે IPL 2021 માંથી બહાર થઈ ગયો હતો. હવે ફ્રેન્ચાઇઝીએ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. કરનની જગ્યાએ ચેન્નાઈએ વેસ્ટ ઈન્ડીઝના યુવા ખેલાડી ડોમિનિક ડ્રેક્સ (Dominic Drakes) નો સમાવેશ કર્યો છે.

ડ્રેક્સ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL-2021) માં રમ્યો અને તેની રમતથી પ્રભાવિત થયો. તે ખૂબ જ ઇકોનોમીક બોલર હોવાની સાથે સાથે એક સારો બેટ્સમેન પણ છે. ડ્રેક્સ હાલમાં IPL બાયો બબલમાં છે.

ડ્રેક્સ હાલમાં આઈપીએલ બાયો બબલમાં છે. તે નેટ બોલર તરીકે મુંબઈ ઇન્ડીયન્સ સાથે જોડાયેલો હતો. ડોમિનિક ઝડપી ડાબા હાથનો બોલર છે. તેના પિતા વેસવર્ટ ડ્રેક્સ વેસ્ટ ઈન્ડીઝ તરફથી ક્રિકેટ રમી ચૂક્યા છે. તે CPL માં સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સનો ભાગ હતો. આ ટીમે CPL 2021 નો ખિતાબ જીત્યો છે. તેણે ટુર્નામેન્ટમાં 16 વિકેટ લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ECB એ જાણકારી આપી

સેમ કરન હાલમાં યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમનો ભાગ હતો. આઈપીએલ મેચ દરમ્યાન તેને ઈજા થઈ હતી, જેના કારણે તે પ્લેઓફ પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 5 ઓક્ટોબર, મંગળવારે સેમ કરનની ઈજા વિશે માહિતી આપતા આ જાહેરાત કરી હતી. કરનને વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે પહેલા તે IPL દ્વારા યુએઈની પરિસ્થિતીઓમાં વર્લ્ડ કપ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો.

ઈંગ્લિશ બોર્ડે મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, સેમ કરને રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમ્યાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. બોર્ડે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્કેનના પરિણામોથી ઈજા અંગે ખ્યાલ આવ્યો છે. તે આગામી એક કે બે દિવસમાં યુકે પરત ફરશે અને ફરીથી સ્કેન કરાવશે. તેમજ ઇસીબી મેડિકલ ટીમ આ અઠવાડિયે તેની સ્થિતિની સમીક્ષા પણ કરશે.

નાના ભાઇના સ્થાને મોટા ભાઇને સમાવાયો

સેમ કરનની જગ્યાએ તેના ભાઈ ટોમ કરનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે રિઝર્વ ખેલાડીઓમાંનો એક હતો. બોર્ડે કહ્યું કે, કરનના ભાઈ ટોમને ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે, સરે ના રીસ ટોપ્લીને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યા છે. ટોપ્લી ટૂંક સમયમાં ઇંગ્લેન્ડની ટીમમાં જોડાશે.

 

આ પણ વાંચોઃ IPL 2021, RCB vs SRH: રોમાંચક મેચમાં બેંગ્લોરનો 4 રને હૈદાબાદ સામે પરાજય, હૈદરાબાદે સિઝનની ત્રીજી મેચ જીતી

આ પણ વાંચોઃ IPL 2021: હર્ષલ પટેલે રચ્યો ઇતિહાસ, આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય શિકારી બન્યો, બુમરાહ પાછળ રહી ગયો

 

Next Article