IPL 2021 ના બીજા તબક્કાનો શંખનાદ થવાની તૈયારીઓ જ છે. કોરોનાનુ ગ્રહણ કહો, અથવા એ બહાના પર વિરામ ત્યાર બાદ હવે ફરી એકવાર બધી ટીમો તૈયાર છે. દરેક ટીમો ટાઇટલ જીતવા માટે આતુર છે. ચેન્નઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) પણ તૈયારી કરી લીધી છે. IPL 2021 ના પ્રથમ તબક્કામાં, ભારતીય મેદાનો પર, પીળી જર્સી સાથે આ ટીમનો જાદુ જબરદસ્ત છવાયો હતો. ધોની (MS Dhoni) ની ટીમની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. હવે તે આશા UAE ની ધરતી પર પણ આ જ સફળતા જાળવી રાખવાની છે.
જો કે, આગળ જતાં પહેલાં, ફક્ત યુએઈમાં રમાયેલી IPL 2020 માં CSK નું પ્રદર્શન યાદ રાખવુ જરુરી છે. કંઈક યાદ આવ્યું હશે, ચેન્નાઈ ટીમની ચમક ગુમાવવાની વાત. ધોનીનો મિડાસ ટચ ગુમાવવો. આ બધાથી ઉપર આઇપીએલ ચેમ્પિયન ટીમનો ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફમાં પ્રવેશથઇ શક્યો નહોતો. IPL 2020 માં UAE ની ધરતી પર ધોની અને કંપની સાથે બધું થયું. પ્રદર્શનની દ્રષ્ટીએ એટલી નબળી ટીમ રહી હતી કે તેણે ગ્રુપ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચું સ્થાન મળ્યું હતુ. એટલે કે, 8 ટીમોમાં 8 મો નંબર.
ખેર, કહેવાય છે ને કે ઉપરવાળો દરેકને તેમની ભૂલ સુધારવાની તક આપે છે. હવે કોરોના માનીલો અથવા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીનું ભાગ્ય છે કે, તેમને આ તક જલ્દી મળી ગઇ. IPL 2021 નો અડધો ભાગ યુએઈમાં સ્થાનાંતરિત કરવો એ ધોની માટે ચાલીને આવેલી તક સમાન છે જેનો હવે તેણે લાભ ઉઠાવવો પડશે. તેના માટે બતાવી દેવાની તક આવી છે કે તે હજુ સુધી ચૂક્યા નથી. યુએઈમાં આઈપીએલ 2021 નો ભાગ-2 ધોની માટે ગત સિઝનમાં રંગ જમાવીને ગઇ સિઝનની પરિસ્થીતી અને દામન પર લાગેલા દાગને ધોઇ નાંખવાના શાનદાર અવસર છે.
ભારતમાં આયોજિત IPL 2021 ના પહેલા ભાગ બાદ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. યલો જર્સીવાળી આ ટીમે પ્રથમ તબક્કામાં 7 મેચ રમી અને 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવ્યા. IPL 2021 ના પહેલા ભાગમાં, CSK નો રન રેટ 1.263 બાકી ટીમોની સરખામણીમાં શ્રેષ્ઠ હતો. પોઈન્ટ ટેબલમાં માત્ર દિલ્હી કેપિટલ્સની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સથી આગળ છે.
UAE માં યોજાનારી IPL 2021 ના બીજા ભાગમાં આ ટીમે ગ્રુપ સ્ટેજ પર 7 મેચ રમવાની છે. ચાલો એક નજર કરીએ અને જાણીએ કે UAE માં આયોજિત IPL 2021 ના બીજા તબક્કામાં CSK નું શેડ્યૂલ કેવું છે.
19 સપ્ટેમ્બર (રવિવાર): ચેન્નાઈ vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, દુબઈ
24 સપ્ટેમ્બર (શુક્રવાર): ચેન્નાઈ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, શારજાહ
26 સપ્ટેમ્બર (રવિવાર): ચેન્નઈ vs કલકત્તા નાઈટ રાઈડર્સ, બપોરે 3:30, અબુ ધાબી
30 સપ્ટેમ્બર (ગુરુવાર): ચેન્નાઇ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, શારજાહ
02 ઓક્ટોબર (શનિવાર): ચેન્નાઈ vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, અબુ ધાબી
04 ઓક્ટોબર (સોમવાર): ચેન્નાઈ vs દિલ્હી કેપિટલ્સ, સાંજે 7:30, દુબઈ
07 ઓક્ટોબર (ગુરુવાર): ચેન્નાઈ vs પંજાબ કિંગ્સ, બપોરે 3:30, દુબઈ
તે સ્પષ્ટ છે કે જો અત્યારે પોઈન્ટ ટેલીમાં નંબર 2 ક્રમાંકિત ચેન્નાઈ, યુએઈમાં ગ્રુપ સ્ટેજમાં આ 7 મેચમાંથી 3-4 જીતી જાય, તો તેઓ પ્લે-ઓફમાં પહોંચવાનુ પાક્કુ કરી લેશે.