ભારતીય ક્રિકેટ ફેન્સ આ સમયે ટીમ ઇન્ડીયા (Team India) અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો આનંદ લઇ રહ્યા છે. પરંતુ તેમની નજરો આગળના મહિને ફરી શરુ થનારી IPL 2021 ની સિઝન પર પણ છે. ટૂર્નામેન્ટનો બીજો તબક્કો શરુ થવામાં લગભગ હવે ફક્ત એક જ મહિનો રહ્યો છે.
ક્રિકેટરો સાથે તેમના ફેન્સને પણ IPL 2021 ની આગળની મેચો રમાવાનો ઇંતઝાર છે. જોકે વચ્ચે વચ્ચે દરેક ટીમથી જોડાયેલા ફેન્સના માટે સારા સમાચારો પણ સામે આવી રહ્યા છે. આવાજ એક સમાચાર ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) માટે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) UAE મા રમાનારી મેચો દરમ્યાન ઉપલબ્ધ રહેશે. આમ ચેન્નાઇ સુપર કિંગ્સને રાહતના સમાચાર આવ્યા છે.
હેઝલવુડ પાછળની કેટલીક સિઝનથી ધોની (MS Dhoni) ની ટીમનો હિસ્સો છે. ગત વર્ષે UAE મા રમાયેલી કેટલીક મેચ પણ તે રમી ચુક્યો છે. જોકે આ વર્ષે ટૂર્નામેન્ટ શરુ થવાના પહેલા પહેલા જ તેમે પોતાનુ નામ પરત ખેંચ્યુ હતુ. તેણે વ્યક્તિગત કારણોસર IPL 2021 ની સિઝન નહી રમવા માટેનો નિર્ણય કર્યો હતો. જેને લઇને ટીમે તેના વિના જ સિઝનની શરુઆત કરી હતી. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાનો પેસર ફરીથી ટીમને પોતાનુ યોગદાન આપવા માટે તૈયાર છે.
મીડિયા રિપોર્ટનુસાર, હેઝલવુ઼ડ સિઝનની બાકી રહેલી મેચોમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. આ માટે તે ઝડપથી ટીમ સાથે UAE માં જોડાઇ જશે. CSK ના CEO કાશી વિશ્વનાથને આ અંગે પુષ્ટી કરી હતી. હેઝલવુડ હાલમાં જ ઓસ્ટ્ર્લિયાની ટીમ સાથે વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ પ્રવાસ પર ગયો હતો. જ્યાં તેણે ટી20 અને વન ડે સિરીઝમાં ભાગ લીધો હતો. તેનુ પ્રદર્શન સારુ રહ્યુ હતુ, તેણે નિરંતર વિકેટ મેળવી હતી.
ભારતમાં રમાયેલી IPL 2021 ના પ્રથમ તબક્કામાં હેઝલવુડના નહી રમવાના નિર્ણયે CSK ને મુશ્કેલીમાં મુકી હતી. ફ્રેન્ચાઇઝીએ અનેક દિવસો બાદ ઓસ્ટ્ર્લિયાના જ એક વધારે ઝડપી બોલર જેસન બેહરનડોર્ફને હેઝલવુડના બદલામાં ટીમમાં સામેલ કર્યો હતો.
જોકે બેહરનડોર્ફ ટીમના માટે એક પણ મેચ રમી શક્યો નહોતો. કારણ કે જેવો તેનો ક્વોરન્ટાઇન પિરીયડ સમાપ્ત થયો હતો, તેના આગળના દિવસે કોરોના વાયરસને કારણે ટૂર્નામેન્ટને સ્થગીત કરવી પડી હતી. હવે વર્તમાન પરિસ્થીતીઓ મુજબ ચેન્નાઇ તેને કોઇ જ મેચ રમાડ્યા વિના જ તેને રિલીઝ કરવો પડશે.