IPL 2021: હાર વિરાટ કોહલીની અને ધોની અને પંતની ટીમમાં ખુશીની લહેર દોડી ગઇ, હૈદરાબાદની જીત થી થઇ ગયો આ મોટો ફાયદો

|

Oct 07, 2021 | 9:31 AM

ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની છેલ્લી લીગ મેચ પંજાબ કિંગ્સ (CSK vs PBKS) સામે રમશે. SRH સામેની હાર RCB ને આ લડાઈમાં પાછળ રાખી છે.

IPL 2021: હાર વિરાટ કોહલીની અને ધોની અને પંતની ટીમમાં ખુશીની લહેર દોડી ગઇ, હૈદરાબાદની જીત થી થઇ ગયો આ મોટો ફાયદો
Virat Kohli-MS Dhoni

Follow us on

ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) એ ઇન્ડrયન પ્રીમિયર લીગ (IPL 2021) માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની હારનો આનંદ માણ્યો છે. CSK, IPL 2021 ના ​​પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને, હવે ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ટીમ માટે સૌથી અદ્ભુત બાબત એ છે, કે તેને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. CSK અને RCB વચ્ચે, ટોપ-2 માં આવવા માટે ટક્કર હતી. પરંતુ SRH સામેની હાર RCB ને આ લડાઈમાં પાછળ રાખી દીધી છે. જોકે, તેની પાસે હજુ એક મેચ બાકી છે.

આ દરમ્યાન, ચેન્નાઈ સુપર કિંગ્સ તેની છેલ્લી લીગ મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. એકંદરે, પ્લેઓફની લડાઈ રસપ્રદ બની હતી અને હવે એવી આશા છે કે પ્રથમ ક્વોલિફાયર દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

આ મામલે પણ RCB કરતા CSK આગળ છે

CSK અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે અને તેના 18 પોઈન્ટ છે. RCB ના 16 પોઇન્ટ છે અને બંને ટીમો હજુ પણ એક-એક મેચ બાકી છે. આવી સ્થિતિમાં, જો RCB તેની છેલ્લી મેચ જીતી જાય અને CSK તેની છેલ્લી લીગ મેચમાં હારે તો પણ વિરાટની ટીમ માટે બીજા નંબરે પહોંચવું સરળ રહેશે નહીં. કારણ કે ચેન્નાઈ નેટ રન રેટમાં આગળ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફાઇનલમાં પહોંચવાની બે તક

આ તમામ સમીકરણોને જોતા હવે એવું માનવામાં આવે છે, કે IPL 2021 ના ​​પ્રથમ ક્વોલિફાયરમાં દિલ્હી અને ચેન્નાઈની ટીમો એકબીજા સામે ટકરાશે. જેમાં હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. પ્લેઓફ દરમ્યાન ફાઇનલમાં પહોંચવા માટે ચાર ટીમો સ્પર્ધા કરશે. પરંતુ ટોપ-2 ટીમોને વધારાનો ફાયદો મળે છે.

ટોચ પર રહેલી ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે છે. આ અંતર્ગત પહેલા બંને ટોચની ટીમો વચ્ચે મેચ યોજાય છે. વિજેતા ટીમ સીધી ફાઇનલ રમે છે. જ્યારે હારનાર ટીમને બીજી ક્વોલિફાયર રમવાની તક મળે છે. પ્રથમ ક્વોલિફાયરમાં ભલે ઋષભ પંતના કેપ્ટનશિપવાળી દિલ્હી કેપિટલ હોય કે CSK, બંને ટીમોને IPL ની ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે.

જીત બાદ પણ વિરાટની ટીમ માટે રસ્તો કઠિન છે.

RCB પાસે ટોચ પર પહોંચવાની તક હતી. પરંતુ SRH સામે હાર બાદ તેનો માર્ગ મુશ્કેલ બની ગયો. કારણ કે તેમની પાસે હવે માત્ર એક મેચ બાકી છે અને CSK ગુરુવારે તેની છેલ્લી લીગ મેચ પણ રમશે. જો CSK આ મેચ હારે અને RCB ને તેની છેલ્લી મેચમાં જીત મળે તો પણ વિરાટની ટીમ માટે ટોપ-2 માં પહોંચવું લગભગ અશક્ય છે, કારણ કે બંને ટીમોને સમાન પોઈન્ટ મળશે અને પછી મામલો નેટ રન રેટ પર રહેશે. આવી સ્થિતીમાં આરએસબી પર સીએસકે નો હાથ ઉપર રહેશે.

 

 

 

આ પણ વાંચોઃ IPL 2021: કાશ્મીર એક્સ્પ્રેસ ઉમરાન મલિકે ઝડપી બોલ નાંખવાનુ સર્જ્યુ તોફાન, 153 થી વધુની ઝડપે બોલ નાંખી તોડ્યો ફરીથી રેકોર્ડ

આ પણ વાંચોઃ IPL 2021: હર્ષલ પટેલે રચ્યો ઇતિહાસ, આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય શિકારી બન્યો, બુમરાહ પાછળ રહી ગયો

 

Next Article