IPL 2021 માં, મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ઈચ્છશે કે તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે જીત મેળવી લે. તેથી તે પ્લેઓફમાં ટોપ-2 ટીમોમાંથી એકના રુપમાં રહે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં CSK પૂરા જોશ સાથે આવી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ, સતત બે હાર છતાં, પંજાબ ઉપર ભારે હોય તેમ લાગે છે, જે લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે.
ગયા વર્ષના ખરાબ પ્રદર્શનને ભૂલી ગયા બાદ, આ વર્ષે શાનદાર વાપસી કરનારી ચેન્નાઈની ટીમે યુએઈ સ્ટેજ પર સારું પ્રદર્શન કર્યું છે. હવે તેને હરાવવું સહેલું નથી. ચેન્નાઈના બેટ્સમેન સારા ફોર્મમાં છે ખાસ કરીને ઋતુરાજ ગાયકવાડ. તેના બેટ્સમેનો આ પ્રદર્શન જારી રાખવા માટે મક્કમ છે. ગાયકવાડ અને અનુભવી દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ ટોપ ઓર્ડરમાં સારું રમ્યા છે. જ્યારે અંબાતી રાયડુએ મિડલ ઓર્ડરમાં ઉપયોગી યોગદાન આપ્યું છે.
મોઈન અલીએ બોલિંગ અને બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ સુરેશ રૈના અને ધોનીનું ખરાબ ફોર્મ ચેન્નાઈ માટે ચિંતાનો વિષય છે. રવિન્દ્ર જાડેજાએ ફરીથી ઓલરાઉન્ડર તરીકે પોતાની ઉપયોગીતા સાબિત કરી છે અને ઉપયોગી યોગદાન આપ્યું છે. જોકે, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ચેન્નાઈના બોલરો સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. તેઓએ ટૂર્નામેન્ટના નિર્ણાયક તબક્કા પહેલા જ પોતાની ભૂલો સુધારવી પડશે.
દીપક ચાહરે અત્યાર સુધીમાં 12 વિકેટ લીધી છે અને ટીમને કેટલાક પ્રસંગોએ સારી શરૂઆત આપી છે. શાર્દુલ ઠાકુરના નામે 15 વિકેટ છે અને તે પોતાનું ફોર્મ જાળવવાનો પ્રયત્ન કરશે. જોશ હેઝલવુડ અને ડ્વેન બ્રાવોએ તેની કુશળતાનો એક સુંદર હિસ્સો રજૂ કર્યો છે. જ્યારે જાડેજાએ દરેક ભૂમિકા સારી રીતે ભજવી છે.
જ્યાં સુધી પંજાબની વાત છે, તેની ટીમ સતત સારું પ્રદર્શન કરી શકી નથી. કેએલ રાહુલ (KL Rahul) ની આગેવાની હેઠળની ટીમ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. રાહુલે અત્યાર સુધીમાં 528 રન બનાવ્યા છે જ્યારે તેના કર્ણાટકના તેમના સાથી મયંક અગ્રવાલે 429 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ તેના અન્ય બેટ્સમેનો રન બનાવી શક્યા નથી, જેનાથી પંજાબે નુકશાન વેઠવુ પડ્યુ છે. બોલિંગમાં મોહમ્મદ શામી (18 વિકેટ) અને અર્શદીપ સિંહ (16 વિકેટ) તેના સ્ટાર છે. જ્યારે રવિ બિશ્નોઈએ સ્પિન વિભાગમાં સારું પ્રદર્શન કર્યું છે. પંજાબ મોટી જીત પર નજર રાખશે જેથી તેઓ જેમ-તેમ ભર્યા સમીકરણો દ્વારા પ્લેઓફમાં પહોંચવાની તેમની ધૂંધળી આશાઓ જાળવી શકે.
ચેન્નાઈ સુપર કિંગ્સ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસિસ, ઈમરાન તાહિર, એન જગદીસન, કરણ શર્મા, લુંગી નગિડી, મિશેલ સેંટનર, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ , શાર્દુલ ઠાકુર, આરસાઈ કિશોર, મોઈન અલી, કે ગૌતમ, ચેતેશ્વર પૂજારા, હરિશંકર રેડ્ડી, ભગત વર્મા અને સી હરિ નિશાંત.
પંજાબ કિંગ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ, ઇશાન પોરેલ, શાહરૂખ ખાન, મોહમ્મદ શામી, નાથન એલિસ, આદિલ રશીદ, મુરુગન અશ્વિન, હરપ્રીત બ્રાર, મોઇસ હેનરિક્સ, ક્રિસ જોર્ડન, એડન માર્કરમ, મનદીપ સિંહ, દર્શન નલકંડે, પ્રભસિમરન સિંહ, રવિ બિશ્નોઈ, ઉત્કર્ષ સિંહ, ફેબિયન એલન, સૌરભ કુમાર અને જલજ સક્સેના.
Published On - 9:41 am, Thu, 7 October 21