IPL 2021 ની 53 મી મેચ દુબઇમાં રમાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે આ ટક્કર થઇ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને ટીમ ધોનીને પહેલા બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ચેન્નાઇ ની ટીમને પંજાબના બોલરોએ મુશ્કેલીમાં મુકી દીધી હતી. પંજાબનો જુસ્સો તેની ફિલ્ડીંગમાં પણ જોવા મળી રહ્યો હતો. 20 ઓવરના અંતે ચેન્નાઇ એ 6 વિકેટ ગુમાવી 134 રન કર્યા હતા.
ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ ઇનીંગ
ટોસ હારીને મેદાને આવેલી ચેન્નાઇની ટીમ માટે રન બનાવવા આજે મુશ્કેલ લાગી રહ્યા હતા. ઓપનર ફાફ ડુ પ્લેસિસ સિવાય બેટ્સમેનો
જાણે કે નિષ્ફળ નિવડી રહ્યા હતા. વન મેન આર્મી તેણે ટીમના સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, રોબિન
ઉથપ્પા, રાયડૂ અને ધોની ફ્લોપ રહ્યા હતા.
ફાફ ડુ પ્લેસિસે 55 બોલમાં 76 રન કર્યા હતા. તેણે જબરદસ્ત ઇનીંગ રમીને ચેન્નાઇને સન્માનજનક સ્કોરે પહોંચાડવાની જવાબદારી પોતાના ખભે એકલા હાથે નિભાવી હતી. આ દરમ્યાન તેણે 2 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. ગાયકવાડે માત્ર 12 જ રન કરીને પ્રથમ વિકેટના રુપમાં ટીમના 18 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યો હતો. મોઇન અલી શૂન્ય પર આઉટ થયો હતો.
રોબિન ઉથપ્પા એ માત્ર 2 રન કર્યા હતા. અંબાતી રાયડૂ એ 5 બોલમાં 4 રન કર્યા હતા. 15 બોલમાં 12 રન કર્યા હતા. 61 રન ના સ્કોર પર જ ટીમ 12 ઓવર અંતે 6 વિકેટ ગુમાવી ચુકી હતી. રવિન્દ્ર જાડેજાએ અણનમ 17 બોલમાં 15 રન કર્યા હતા. ડ્વેન બ્રાવોએ 2 બોલમાં 4 રન કર્યા હતાય. આમ 6 વિકેટ ગુમાવીને 134 રન નોંધાવ્યા હતા.
અર્શદિપ સિંહે 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ક્રિશ જોર્ડને 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મહંમદ શામીએ 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રાર 22 રન આપ્યા હતા.
Published On - 5:24 pm, Thu, 7 October 21