IPL 2021 પ્લેઓફની શરુઆત થઇ જતા જ હવે રોમાંચ પણ વધી ચુક્યો છે. ફાઇનલ માટેની પ્રથમ ટીમ પણ નિશ્વિત થઇ ચુકી છે. ચેન્નાઇ સુપર કિગ્સની ટીમ IPL 2021 ની સિઝનની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. પ્રથમ ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાઇ હતી. CSK ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને રન ચેઝની રણનિતી પસંદ કરી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટે 172 રનનો સ્કોર ખડક્યો હતો. જવાબમાં ચેન્નાઇએ ધોનીના વિજયી ચોગ્ગા સાથે 4 વિકેટે જીત મેળવી હતી.
દિલ્હીની ટીમે ખડકેલા સ્કોરને ચેઝ કરવા માટેની શરુઆત એક વિકેટ ગુમાવીને પણ ચેન્નાઇએ શાનદાર દર્શાવી હતી. બીજી વિકેટની ભાગીદારી રમત 110 રનની થઇ હતી. પ્રથમ વિકેટ ચેન્નાઇએ 3 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસિસના રુપમાં ગુમાવી હતી. તેણે 1 જ રન કર્યો હતો અને નોર્ત્જેનો શિકાર થયો હતો. જોકે ત્યાર બાદ ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાએ અર્ધશતક ફટકારીને ટીમને લક્ષ્ય તરફ આસાની થી આગળ વધાર્યુ હતુ. ઋતુરાજે 50 બોલમાં 70 રન કર્યા હતા.
ઉથપ્પાએ 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદ થી 44 બોલમાં 63 રન કર્યા હતા. અહીં થી મેચ રોમાંચક થવા લાગી હતી. ચેન્નાઇ તરફી બનેલી મેચ ફરી એકવાર દિલ્હી તરફ ટર્ન લઇ રહી હોય એવી સ્થિતી સર્જાઇ હતી. કારણ કે ત્યાર બાદના 7 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શાર્દૂલ ઠાકુર તેના પહેલા બોલને રમવા જતા જ ટોમ કરનના બોલ પર કેચ આઉટ થયો હતો. અંબાતી રાયડૂ ત્રણ બોલમાં 1 રન કરીને રન આઉટ થયો હતો. મોઇન અલી એ 12 બોલમાં 16 રન કર્યા હતા. જ્યારે ધોનીએ અણનમ 6 બોલમાં 18 રનની જીતની રમત રમી હતી. જાડેજા શૂન્ય પર અણનમ રહ્યો હતો.
ટોમ કરનની ઓવરમાં પ્રથમ બોલ પર મોઇન અલીની વિકેટ દિલ્હીને મળી હતી. આગળના બોલે ધોની સ્ટ્રાઇક પર આવતા જ બીજા બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. ત્રીજા બોલે ફરી થી ધોનીએ ચોગ્ગો લગાવ્યો હતો. આગળનો બોલ વાઇડ રહ્યો હતો. આમ 3 બોલમાં 4 રન ચેન્નાઇને જીત માટે બાકી રહ્યા હતા. ચોથા બોલે ચોગ્ગો લગાવીને ધોનીએ ચેન્નાઇને ફાઇનલમા પહોંચાડી દીધુ હતુ.
વિકેટ મેળવી આપવાની શરુઆત એનરિક નોર્ત્જેએ કરી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. પરંતુ બાદમાં વિકેટ દિલ્હીને દૂર લાગી રહી હતી. કારણ કે બીજી સફળતા માટે દિલ્હીના બોલરોએ 13 ઓવર અને 110 રનની રાહ જોવી પડી હતી. ટોમ કરને 3.4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 29 રન આપ્યા હતા. અશ્વિને 2 ઓવરમાં 19 રન આપ્યા હતા. અક્ષર પટેલે 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. કાગિસો રબાડાએ 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. જ્યારે આવેશ ખાને 4 ઓવરમાં 47 રન ગુમાવ્યા હતા. તેણે ઋતુરાજની વિકેટ ઝડપી હતી.
પૃથ્વી શોએ રમતની શરુઆત શાનદાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શિખ ધવન આજે જલ્દી થી વિકેટ ગુમાવી બેઠો હતો. પૃથ્વી શોએ શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 34 બોલમાં 60 રનની રમત રમી હતી. આ દરમ્યાન તેણે 3 છગ્ગા લગાવ્યા હતા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન 7 રન બનાવીને આઉટ થયો હતો. તે ધોનીના હાથમાં કેચ ઝડપાયો હતો. એક સમયે દિલ્હી પડકારજનક સ્કોર તરફ આગળ વધી રહ્યુ હતુ. એ દરમ્યાન ઐય્યર, પટેલ અને પૃથ્વીની વિકેટો પડતા દબાણ સર્જાયુ હતુ.
ઋષભ પંતે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 35 બોલમાં 51 રન કર્યા હતા. આ માટે તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. શ્રેયસ ઐય્યર પણ આજે ચાલ્યો નહોતો. મહત્વની મેચમાં જ તે માત્ર 1 રન 8 બોલ પર બનાવી શક્યો હતો. તે હેઝલવુડનો બીજો શિકાર બન્યો હતો. અક્ષર પટેલ 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શિમરોન હેયટમારે 24 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે આ રમત રમી હતી. ટોમ કરન એક બોલ રમીને અણનમ રહ્યો હતો
જોશ હૈઝલવુડે શરુઆતમાં જ બે મહત્વની વિકેટ ઝડપી લઇને દિલ્હીને ઝટકા આપ્યા હતા. તેણે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા. જોકે રનની ગતી પર જોઇએ એટલુ નિયંત્રણ ચેન્નાઇ આ બે વિકેટ બાદ મેળવી શક્યુ નહોતુ. શાર્દૂલ ઠાકુરની શરુઆત મોંઘી રહી હતી. તેણે 2 ઓવરમાં 28 રન ગુમાવ્યા હતા. અંતિમ ઓવરમાં તેણે 8 રન આપી 3 ઓવરમાં 36 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 1 વિકેટ 23 રન આપીને ઝડપી હતી. મોઇન અલીએ 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 3 ઓવરમાં 26 રન આપ્યા હતા. ડ્વેન બ્રાવોએ 3 ઓવરમાં 31 રન આપ્યા હતા.