IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને વેસ્ટઇન્ડીઝથી મળ્યા ખુશખબર, CSK નો આ ‘ચેમ્પિયન’ ક્રિકેટર દેખાયો જબરદસ્ત રંગમાં

|

Aug 27, 2021 | 11:58 AM

UAE માં રમવા દરમ્યાન IPL 2020 ના દરમ્યાન ઇજા અને ફોર્મ બંને રીતે મુશ્કેલ નજર આવી રહ્યો હતો. IPL 2021 ના ભારતમાં રમાયેલ પ્રથમ હાલ્ફમાં પણ તેનુ પ્રદર્શન સરેરાશ રહ્યુ હતુ.

IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને વેસ્ટઇન્ડીઝથી મળ્યા ખુશખબર, CSK નો આ ચેમ્પિયન ક્રિકેટર દેખાયો જબરદસ્ત રંગમાં
MS Dhoni-Dwayne Bravo

Follow us on

એવું લાગે છે કે IPL 2020 દરમિયાન, UAE ની ધરતી પર CSKનુ પ્રદર્શન કંગાળ રહ્યુ હતુ. ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) IPL 2021 માં સારી રીતે સુધારી લેશે. આનું કારણ એ છે કે યલો જર્સી પલટનનો દરેક ખેલાડી ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સૌથી મોટી ખુશખબર એ છે કે ધોની (MS Dhoni) નો ચેમ્પિયન ખેલાડી રંગમાં દેખાઇ રહ્યો છે. જી હા, આ ચેમ્પિયન બીજું કોઈ નહીં પરંતુ, વેસ્ટ ઈન્ડીઝ નો ડ્વેન બ્રાવો (Dwayne Bravo) છે. જેણે ચેમ્પિયન-ચેમ્પિયન ગીત પર ધૂમ મચાવી હતી.

બ્રાવો ઈજા અને ફોર્મ બંનેને કારણે IPL 2020 દરમયાન મુશ્કેલ સમયમાં જોવા મળ્યો હતો. ભારતમાં IPL 2021 ના ​​પ્રથમ તબક્કામાં રમાયેલી મેચોમાં પણ તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. પરંતુ, બીજા તબક્કા પહેલા બ્રાવોના તેવર હવે બદલાતા જોવા મળી રહ્યો છે.

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) માં ડ્વેન બ્રાવોનું જબરદસ્ત ફોર્મ જોવા મળ્યો હતો. CPL 2021 ની બીજી મેચમાં, સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સ બાર્બાડોસ રોયલ્સ સાથે ટક્કર થઇ હતી. સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સે આ મેચ 21 રનથી જીતી લીધી હતી, આ લીગમાં તેની પ્રથમ મેચથી જીતનુ ખાતું પણ ખોલ્યું હતુ. CSK નો ચેમ્પિયન ખેલાડી ડ્વેન બ્રાવો બાર્બાડોસ રોયલ્સ ઉપર સેન્ટ કિટ્સની આ ટીમનો હીરો બન્યો હતો. જેણે માત્ર 35 બોલમાં એવી જબરદસ્ત ઈનિંગ રમી હતી કે, તે વિરોધી ટીમ માટે મુશ્કેલ બની ગયો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ડ્વેન બ્રાવોએ 35 બોલ પર રમી હતી મેચ વિનીંગ ઇનીંગ

મેચમાં પ્રથમ બેટીંગ ઇનીંગ રમીને સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 175 રન બનાવ્યા હતા. તેના બે બેટ્સમેન ડ્વેન બ્રાવો અને સરફેન રધરફોર્ડ દ્વારા રમાયેલી દમદાર ઇનિંગ્સને કારણે સેન્ટ કિટ્સે તે રન બનાવ્યા હતા. ત્યારબાદ રધરફોર્ડ 43 બોલમાં 53 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ કેપ્ટન ડ્વેન બ્રાવો એક છેડો પકડી રાખ્યો અને બાર્બાડોસના બોલરો પર એટેક કરતી અદભૂત કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી.

તેણે તેની અણનમ ઇનિંગ્સમાં માત્ર 35 બોલનો સામનો કર્યો અને 134.28 ની સ્ટ્રાઇક રેટ પર 47 રન બનાવ્યા હતા. 4 સિક્સર અને માત્ર 1 ચોગ્ગો ફટકાર્યો હતો. એટલે કે, બ્રાવોએ માત્ર 5 બોલમાં બાઉન્ડ્રી દ્વારા 47 રનની ઇનિંગમાં 28 રન બનાવ્યા હતા.

બાર્બાડોઝને હરાવવામાં સેન્ટ કિટ્સના કેપ્ટનનો મોટો રોલ

176 રનના ટાર્ગેટનો પીછો કરતા બાર્બાડોસ રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન જ બનાવી શકી હતી. બાર્બાડોઝની ટીમ મેચને 21 રને હારી ગઇ હતી. વિકેટકીપર બેટ્સમેન શાઇ હોપ બાર્બાડોસથી પોતાની ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોશિષ પણ નિષ્ફળ સાબિત થઇ હતી. હોપ 44 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. ડ્વેન બ્રાવો બોલીંગને લઇ થોડો ખર્ચાળ રહ્યો હતો. પરંતુ 71 મિનિટની તેની 35 બોલની ઇનીંગ બે ટીમો વચ્ચે તફાવત સર્જવામાં નિર્ણાયક સાબિત થઇ હતી.

 

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝમાં રવિન્દ્ર જાડેજાને નામે થયો અનોખો રેકોર્ડ, સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમા રચાયેલ આ રેકોર્ડ 32 વર્ષે તૂટ્યો

Next Article