IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે

|

Sep 28, 2021 | 10:37 PM

IPL 2021 નો બીજો તબક્કો હાલમાં સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ રહ્યો છે અને ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાનારી છે.

IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે
IPL Trophy

Follow us on

IPL 2021 ને લઈને એક મોટું અપડેટ કરવામાં આવ્યું છે, મેચના સમયપત્રક ને બદલવામાં આવ્યું છે. આ સીઝનની છેલ્લી બે મેચ સાંજે સાડા સાત વાગ્યે એક સાથે રમાશે. આ બંને મેચ 8 ઓક્ટોબરે રમનારી છે. આ મેચ હૈદરાબાદ-મુંબઈ (SRH vs MI) અને બેંગ્લોર-દિલ્હી (RCB vs DC) વચ્ચે રમાશે. BCCI એ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે.

IPL માં આ પ્રથમ વખત હશે જ્યારે એક સાથે બે મેચ રમાશે. સામાન્ય રીતે જ્યારે પણ IPL માં ડબલ હેડર હોય ત્યારે દિવસમાં એક મેચ અને સાંજે એક મેચ રમાય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત બંને મેચ એક જ સમયે રમાશે. આ નિર્ણય મંગળવારે યોજાયેલી IPL ની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

BCCI એ એક નિવેદનમાં કહ્યું, આઈપીએલમાં પ્રથમ વખત, IPL 2021 પ્લેઓફ પહેલાની છેલ્લી બે લીગ મેચ એક સાથે રમાશે. વર્તમાન સિઝનમાં, લીગ સ્ટેજ (8 સપ્ટેમ્બર) ના છેલ્લા દિવસે દિવસમાં એક મેચ અને સાંજે એક મેચ યોજવાને બદલે, બંને મેચ (SRH v MI અને RCB v DC) એક જ સમયે રમાશે. સમય સાંજે 7:30 વાગ્યા નો રહેશે.

 

કોરોનાએ નુકસાન કર્યું હતુ નુકશાન

આઈપીએલની વર્તમાન સીઝન ભારતમાં રમાઈ રહી હતી, પરંતુ મે મહિનાના પહેલા સપ્તાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમોમાં કોરોનાના કેસ નોંધાયા હતા. આ કારણોસર લીગ મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ સંયુક્ત આરબ અમીરાતમાં ભારતની બહાર આઈપીએલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો.

લીગની વર્તમાન સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને તે 15 ઓક્ટોબર સુધી ચાલશે. લીગ સ્ટેજ 8 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ પછી પ્લેઓફ મેચ રમાશે. આ દરમિયાન, બે ક્વોલિફાયર ઉપરાંત, એક એલિમિનેટર મેચ રમાશે. ત્યાર બાદ ફાઇનલ મેચ રમાશે.

 

2008 થી અત્યાર સુધી આમ થયું નથી

આઈપીએલ 2008 માં શરૂ થઈ હતી અને ત્યાર બાદ એવું ક્યારેય બન્યું નથી કે, એક સાથે બે મેચ એક જ સમયે રમાઈ હોય. પરંતુ આ વખતે તે થશે. હૈદરાબાદ અને મુંબઈની મેચ અબુધાબીમાં રમાશે, જ્યારે બેંગ્લોર અને દિલ્હીની મેચ દુબઈમાં રમાશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: દિનેશ કાર્તિક સહેજ માટે મોટી ઘાત ટળી, ઋષભ પંતે ખતરનાક રીતે બેટ ગુમાવતા કાર્તિક ઘાયલ થતા માંડ બચ્યો

આ પણ વાંચોઃ IPL 2021, KKR vs DC: કોલકાતાનો ટોસ જીતી દિલ્હીને પહેલા બેટીંગ માટે ઉતારવાનો દાવ સફળ, 3 વિકેટે KKR ની જીત

 

Published On - 10:23 pm, Tue, 28 September 21

Next Article