IPL 2021: ટૂર્નામેન્ટ માટે પ્રવાસ ખેડતા પહેલા BCCIએ ટીમ ફ્રેન્ચાઈઝીઓને કહ્યું પહેલા વેક્સીન!

|

Aug 06, 2021 | 8:56 PM

BCCIએ પાછળના મહિને IPL 2021ની બાકી રહેલી શિડ્યુલની ઘોષણા કરી હતી. જે અનુસાર 27 દિવસમાં કુલ 31 મેચ રમાનાર છે. ટૂર્નામેન્ટ ફરીથી શરુ થવા પહેલા એ મહત્વપૂર્ણ છે કે તમામ ખેલાડીઓ અને સ્ટાફ સદસ્યોને કોરોના વેક્સિન લગાવવામાં આવે.

IPL 2021: ટૂર્નામેન્ટ માટે પ્રવાસ ખેડતા પહેલા BCCIએ ટીમ ફ્રેન્ચાઈઝીઓને કહ્યું પહેલા વેક્સીન!
IPL Trophy

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021)ના બીજા તબક્કા માટે તૈયારીઓ શરુ કરી છે. કોરોના વાયરસની મહામારીને જોતા ક્રિકેટ બોર્ડે લીગની તમામ ફ્રેન્ચાઈઝીથી એ સુનિશ્વિત કરવા માટે કહ્યુ છે કે સંયુક્ત અમીરાત (UAE)ની યાત્રા કરવા પહેલા તમામ લોકોને કોરોના રસી મેળવી લેવામાં આવે. ભારતમાં આયોજીત આઈપીએલની 14મી સિઝનને કોરોના સંક્રમણને લઈને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. હવે આઈપીએલની બાકી રહેલી મેચ 19 સપ્ટેમ્બરથી શરુ થનાર છે.

 

BCCIએ પાછળના મહિને IPL 2021ની બાકી રહેલી શિડ્યુલની ઘોષણા કરી હતી. જે અનુસાર 27 દિવસમાં કુલ 31 મેચ રમાનાર છે. ટૂર્નામેન્ટ ફરીથી શરુ થવા પહેલા એ મહત્વપૂર્ણ છે કે તમામ ખેલાડીઓ અને સ્ટાફ સદસ્યોને કોરોના વેક્સિન લગાવવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સાત દિવસનું થઈ શકે છે ક્વોરન્ટાઈન

મીડિયા રિપોર્ટનુસાર એક સુત્રનું કહેવુ છે કે અમને બતાવવામાં આવ્યું છે કે પ્રવાસ ખેડનારા તમામ લોકોને રસીના બંને ડોઝ મેળવી લેવા જોઈએ. જેથી ટીમને યુએઈ પહોંચ્યા બાદ કોઈ સમસ્યા ના થાય. ટીમો દ્વારા ટ્રેનિંગ શરુ કરવાના 7 દિવસ પહેલા ક્વોરન્ટાઈન પ્રક્રિયા થવાની સંભાવના છે.

પ્રથમ મેચમાં ટકરાશે ચેન્નાઈ અને મુંબઈ

દુબઈમાં ટુર્નામેન્ટની શરુઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ સામે થનારી મેચથી થશે. જ્યારે આ બંને ટીમોએ પોતાની અંતિમ ટક્કરમાં એકબીજાનો સામનો કર્યો તો કિયરોન પોલાર્ડે મુંબઈ ઈન્ડીયન્સને જીત અપાવી હતી. પોલાર્ડે શાનદાર વિનીંગ ઈનીંગ રમી હતી. બીસીસીઆઈએ પુષ્ટી કરી હતી કે ઈંગ્લેન્ડના ખેલાડી આઈપીએલ માટે ઉપલ્બધ રહેશે. આ સમાચાર બાદ કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

 

પેટ કમિન્સ થઈ શકે છે બહાર

બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ, આઈપીએલની આગળની મેચોમાંથી બહાર થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતુ કે દુર્ભાગ્યથી આ સ્તર પર હું કદાચ આઈપીએલમાં નથી જઈ રહ્યો. મેં આ અંગે અધિકારીક નિર્ણય નથી લીધો, જોકે મારી પાર્ટનર પ્રેગ્નન્ટ છે. હાલમાં ઓસ્ટ્રેલિયા પરત આવવા માટે પ્રતિબંધિત છે, આ માટે 2 દિવસ ક્વોરન્ટાઈન રહેવુ પડશે.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચોઃ Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

Next Article