INDW vs ENGW: ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યુ, મિતાલી રાજની શાનદાર સળંગ ત્રીજી ફીફટી

|

Jul 04, 2021 | 9:25 AM

મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) પોતાના આલોચકોને જવાબ આપતી ત્રણ સળંગ અર્ધશતક લગાવ્યા છે. તે હવે સૌથી વધુ રન ધરાવતી મહિલા ક્રિકેટર નોંધાઈ ચુકી છે.

INDW vs ENGW: ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યુ, મિતાલી રાજની શાનદાર સળંગ ત્રીજી ફીફટી
Indian Women Cricket Team

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team)ની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં 4 વિકેટે જીત અપાવી હતી. મિતાલી રાજે અણનમ અર્ધશતક લગાવ્યુ હતુ. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે મહિલા ક્રિકેટ ટીમની વન ડે શ્રેણી યોજાઈ હતી. અંતિમ વન ડે ભારતીય ટીમે (Team India) લક્ષ્યનો પીછો કરતા જીતી લીધી હતી. જોકે ભારતીય ટીમ 2-1થી શ્રેણીને ગુમાવી હતી.

 

ભારતીય ટીમને જીત સુધી પહોંચાડવામાં સ્નેહ રાણા (Sneh Rana)નું યોગદાન પણ શાનદાર રહ્યુ હતુ. તેણે ઝડપી રમત રમી 22 બોલમાં 24 રન કર્યા હતા. મિતાલી અને રાણાએ છઠ્ઠી વિકેટ માટે 50 રનની ભાગીદારી રમત રમી હતી. જેણે જીત પાક્કી કરી લીધી હતી. આ દરમ્યાન મિતાલી રાજ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ક્રિકેટર તરીકે નોંધાઈ ચુકી છે. તેની અગાઉ આ સિદ્ધી ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન શાલોર્ટ એડવર્ડસ પાસે હતી, જેણે 10,273 રન કર્યા હતા. જ્યારે વન ડે ક્રિકેટમાં મિતાલીએ 7,244 રન કર્યા છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

મિતાલીની કેપ્ટન ઈનીંગ

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી, કેપ્ટન મિતાલી રાજનો આ દાવ સફળ રહ્યો હતો. ભારતીય ઓપનર સ્મૃતી મંધાના અને શેફાલી વર્માએ સારી શરુઆત અપાવી હતી. બંનેએ 46 રન પ્રથમ વિકેટની ભાગીદારી માટે નોંધાવ્યા હતા. કેપ્ટન મિતાલી રાજ ઈંગ્લેન્ડ સામે ફરી એકવાર લડાયક અંદાજમાં જોવા મળી હતી. તેણે સળંગ ત્રીજી વન ડેમાં ત્રીજુ અર્ધશતક લગાવ્યુ હતુ. મિતાલીના અગાઉ બે ફીફટી એળે ગયા બાદ અંતિમ વન ડેમાં તેની રમતે સફળતા અપાવી હતી. મિતાલી જીત સુધી ક્રિઝ પર ટકી રહી હતી.

 

મિતાલી રાજે 86 બોલમાં 75 રનની ઈનીંગ રમી હતી. જે દરમ્યાન તેણે 8 ચોગ્ગા લગાવ્યા હતા. હરમનપ્રિત કૌરે 16 રન, દિપ્તિ શર્માએ 18 રન અને સ્નેહ રાણાએ 24રન કરીને મિતાલીને જીત માટે સાથ આપ્યો હતો. ઝૂલન ગોસ્વામી 1 રન કરીને વિજયી પળે અણનમ રહી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ જીત હાંસલ કરી હતી.

 

ઈંગ્લેન્ડ પર દિપ્તી શર્મા હાવી

ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ ઈનીંગ રમતા 220 રનનો સ્કોર કરી ઓલઆઉટ થઈ ચુકી હતી. ઈંગ્લેન્ડની ઓપનર ટેમી બ્યૂમોન્ટ શૂન્ય રને જ આઉટ થઈ હતી. આમ ઈંગ્લેન્ડ 1 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ઓપનર વિનફિલ્ડ હીલ અને હેથર નાઈટે મળીને 67 રનની ભાગીદારી રમત રમી હતી. હીલે 36 અને નાઈટે 46 રન કર્યા હતા.

 

સીવીયરે 49 રનની ઈનીંગ રમી હતી, તેની સાથે નાઈટ રમતમાં હોય એક સમયે સ્કોર મોટો થવાની આશા ઈંગ્લેન્ડને વર્તાઈ હતી. પરંતુ 25 ઓવરની રમત બાદ બાજી ભારતીય બોલરોના હાથમાં રહી હતી. દિપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. જ્યારે ઝૂલન ગોસ્વામી, શિખા પાંડે, પૂનમ યાદવ, સ્નેહ રાણા અને હરમનપ્રિત કૌરે 1-1 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની ટીમને 47 ઓવરમાં પેવેલિયન પરત મોકલવામાં બોલર્સ સફળ રહ્યા હતા.

 

આ પણ વાંચો: INDW vs ENGW: ઈંગ્લેન્ડમાં મિતાલી રાજે આ મામલે વિરાટ કોહલીથી લઈને રોહિત શર્માને પાછળ મુકી દીધા

Next Article