INDvWI: વિરાટ કોહલી જલ્દી તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ, આ મામલામાં જયસુર્યા ટોચ પર

ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝમાં સચિન તેંડુલકરનો આ ખાસ રેકોર્ડ તોડી શકે છે. જોકે છેલ્લા ઘણા સમયથી કોહલીના બેટથી રન નથી થઇ રહ્યા. પણ સુકાનીનો ભાર ઉતર્યા બાદ કોહલી સારૂ પ્રદર્શન કરે તેવી ચાહકો આશા સેવી રહ્યા છે.

INDvWI: વિરાટ કોહલી જલ્દી તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ, આ મામલામાં જયસુર્યા ટોચ પર
Virat Kohli and Sachin Tendulkar
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:11 PM

ભારતીય ક્રિકેટ ટીમના (Team India) પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લા ઘણા સમયથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતો રહ્યો છે. જો કે હાલ વિરાટ કોહલીની ચર્ચાનો મુદો બીજો છે. વિરાટ કોહલીના નામે આમ તો ઘણા રેકોર્ડ નોંધાયા છે. કોહલીએ સચિન (Sachin Tendulkar) જેવા ઘણા દિગ્ગજ ક્રિકેટરોના રેકોર્ડ તોડ્યા છે. જો કે હવે તે વધુ એક રેકોર્ડ તોડવા જઇ રહ્યો છે. વિરાટ કોહલીએ હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે ક્રિકેટ ચાહકો માની રહ્યા છે કે વિરાટ કોહલીના માથેથી હવે સુકાની પદનો ભાર નીકળી જવાથી સારી બેટિંગ કરી શકશે.

વાત એવી છે કે સચિન ટીમ ઇન્ડિયા તરફથી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનાર બીજા ક્રમનો ખેલાડી છે. વિરાટ કોહલી આ રેકોર્ડ તોડવાથી ઘણો નજીક છે. આ રેકોર્ડમાં કોહલી હાલ ત્રીજા સ્થાને છે. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર સનથ જયસુર્યાના નામે છે. જ્યારે ભારત તરફથી આ મામલે પહેલા સ્થાને મોહમ્મદ અઝરુદ્દીન છે. ત્યાર બાદ બીજા સ્થાને સચિન તેંડુલકર આવે છે અને ત્રીજા સ્થાને વિરાટ કોહલીનું નામ આવે છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 258 વન-ડે મેચમાં 134 કેચ પકડ્યા છે.

તો બીજી તરફ સચિન તેંડુલકરે 463 મેચમાં 140 કેચ પકડ્યા છે. સચિન અને કોહલી વચ્ચે આ રેકોર્ડમાં માત્ર 6 કેચનો ગેપ છે. જો વિરાટ કોહલી 6 કેચ પકડી લે છે તો તે સચિનના રેકોર્ડની બરોબરી કરી લેશે અને વધુ એક કેચ પકડશે તો આ લિસ્ટમાં તે સચિનથી આગળ નીકળીને બીજા સ્થાને આવી જશે.

જયસુર્યા આ લિસ્ટમાં પહેલા સ્થાને છે. તેણે 448 મેચમાં 218 કેચ પકડ્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયાના ખેલાડી રિકી પોન્ટિંગ બીજા સ્થાને છે. તેણે 375 મેચમાં કુલ 160 કેચ પકડ્યા છે. ભારતીય ખેલાડી અઝરુદ્દીન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેણે 334 મેચમાં 156 કેચ પકડ્યા છે. ન્યુઝીલેન્ડના ક્રિકેટર રોસ ટેલર પાંચમાં સ્થાન પર છે. તેણે 233 મેચમાં 139 કેચ પકડ્યા છે.

આ પણ વાંચો : INDvWI: બીજી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ નહીં કરે ઈશાન કિશન? આ ખેલાડી વાપસી કરશે

આ પણ વાંચો : Women Sport Stars: મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર આધારિત આ બાયોપિક પ્રેરણાદાયક છે