INDvWI: ભારતે પહેલી ટી20 મેચ 6 વિકેટે જીતી લીધી, રવિ બિશ્નોઇ અને રોહિત શર્માના દમ પર વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

ભારતે ત્રણ ટી20 મેચની સીરિઝમાં શાનદાર શરૂઆત કરી, સુકાની રોહિત શર્માએ આક્રમક 40 રન તો સુર્યકુમાર યાદવે તાબડતોબ 34* રન કર્યા. આ મેચથી ટી20i માં ડેબ્યુ કરનાર રવિ બિશ્નોઇ મેન ઓફ ધ મેચ બન્યો.

INDvWI: ભારતે પહેલી ટી20 મેચ 6 વિકેટે જીતી લીધી, રવિ બિશ્નોઇ અને રોહિત શર્માના દમ પર વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું
Team India win (PC: BCCI)
| Updated on: Feb 16, 2022 | 11:38 PM

ભારતે (Team India) કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને (West Indies) પહેલી ટી20 મેચમાં 6 વિકેટે હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 157 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 158 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી અને સુકાની રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશન (Ishan Kishan) વચ્ચે પહેલી વિકેટ માટે 64 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જીત સાથે ભારત ત્રણ મેચની ટી20 સીરિઝમાં 1-0થી આગળ થઈ ગયું છે.

વેસ્ટ ઈન્ડિઝે આપેલા લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે સુકાની રોહિત શર્મા અને ઈશાન કિશને ઓપનિંગ કરી. આ બંને બેટ્સમેનોએ ભારતને સારી શરૂઆત અપાવી. બંનેએ પહેલી વિકેટ માટે 64 રન જોડ્યા હતા. રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા 19 બોલમાં 40 રન કર્યા હતા તો ઈશાન કિશને 42 બોલમાં 35 રન કર્યા હતા. જોકે પૂર્વ સુકાની વિરાટ કોહલી ફરી નિષ્ફળ રહ્યો હતો અને 13 બોલમાં માત્ર 17 રન જ કરી શક્યો હતો.

ઉપ સુકાની વિકેટકીપર રિષભ પંત પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 8 બોલમાં 8 રન કર્યા હતા અને પેવેલિયન ભેગો થયો હતો. જોકે અંતમાં સુર્ય કુમાર યાદવ અને વેંકટેશ અય્યરે ટીમ ઇન્ડિયાને જીત અપાવી. સુર્ય કુમાર યાદવે 18 બોલમાં તાબડતોબ 34* રનની ઇનિંગ રમી હતી. જેમાં તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગ ફટકાર્યો હતો. તો વેંકટેશ અય્યરે 13 બોલમાં 24* રન કર્યા હતા.

 

વેસ્ટ ઈન્ડિઝ ટીમે ટોસ હારીને બેટિંગમાં ઉતરી હતી. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 157 રન નોંધાવ્યા હતા. ટીમના નિકોલસ પુરને શાનદાર બેટિંગ કરતા અડદી સદી ફટકારી હતી. તેણે 43 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 61 રનની ઈનિંગ રમી હતી. મેયર્સે પણ સારી બેટિંગ કરી હતી. તેણે 31 રનનું યોગદાન આપ્યું હતું તો તેની સાથે સુકાની પોલાર્ડે પણ અંતમાં થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા. પોલાર્ડે 24* રનની આક્રમક ઈનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે આ મેચથી ભારતે માટે રવિ બિશ્નોઈએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની પહેલી મેચમાં 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી તો તેની સાથે હર્ષલ પટેલે 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને દીપક ચહરે 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો :INDvWI: અંતિમ ટી20 મેચને લઈને દર્શકો માટે સારા સમાચાર આવ્યા સામે, BCCIએ લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો : Winter Olympic 2022: ભારતના અભિયાનનો નિરાશાજનક અંત, સ્લૈલમમાં રેસ પુરી કરી ન શક્યો આરિફ