INDvWI: ચહલ-કુલદીપની જોડીને લઇને રોહિત શર્માએ આપ્યું ખાસ નિવેદન

યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં સાથે રમતા જોવા મળી શકે છે, અમદાવાદની પહેલી વન-ડેમાં આ બંને ખેલાડીઓ સાથે પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળી શકે છે.

INDvWI: ચહલ-કુલદીપની જોડીને લઇને રોહિત શર્માએ આપ્યું ખાસ નિવેદન
Yuzvendra Chahal and Kuldeep Yadav (File Photo)
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:34 PM

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીએ વન-ડે સીરિઝની શરુઆત થઇ રહી છે. જેમાં પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાશે. પહેલી વન-ડે મેચ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આકરી પ્રેક્ટિસ કરી હતી. આ મેચને લઇને ટીમ ઇન્ડિયાના ઘણા ફેરફેર જોવા મળી શકે છે. રોહિત શર્માની કેપ્ટનશિપવાલી ટીમમાં યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને કુલદીપ યાદવ (Kuldeep yadav) એક સાથે ટીમમાં રમતા જોવા મળી શકે છે. સુકાની રોહિતે મેચથી પહેલા આ બંને ખેલાડીઓના વખાણ કર્યા હતા.

ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માએ અમદાવાદમાં સીરિઝની પહેલી વન-ડે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ એક સાથે ટીમમાં જ્યારે બોલિંગ કરે છે ત્યારે પરિણામ સારૂ મળે છે. તેણે વધુમાં કહ્યું કે બંને ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે તે સાથે હોય છે ત્યારે નિશ્ચિત રીતે ફાયદો થાય છે.

કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર યહલ બંને લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં એક સ્તાને જોવા મળશે. કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયા માટે અંતિમ વન-ડે જુલાઈ 2021માં શ્રીલંકા સામે રમ્યો હતો. જો તેની બોલિંગ રેકોર્ડની વાત કરીએ તો કુલદીપે અત્યાર સુધી 65 વન-ડે મેચ રમી છે જેમાં તેણે 107 વિકેટ ઝડપી છે. તો 7 ટેસ્ટ અને 23 ટી20 મેચ હજી સુધી રમી છે.

તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ ટીમ વચ્ચે 6, 9 અને 11 ફેબ્રુઆરીએ એમ કુલ 3 વન-ડે મેચ રમાશે. આ તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો ત્યાર બાદ 3 ટી20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ તમામ ટી20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર રમાશે.

કોવિડ પ્રતિબંધો વચ્ચે મેચ રમાશે

કોવિડ પ્રતિબંધો વચ્ચે  અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા માટે સ્ટેડિયમની અંદર કોઈ દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટ્વીટ કરીને કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા સ્ટેડિયમના દરવાજા બંધ રાખવામાં આવશે.  મોટેરા સ્ટેડિયમ હાલમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેની કુલ બેઠક ક્ષમતા 1,30,000 થી વધુ લોકોની છે.

આ પણ વાંચો : INDvWI: વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઇશાન કિશન કરશે ઓપનિંગ

આ પણ વાંચો : Winter Olympics 2022: વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત, બેઈજિંગ સમર અને વિન્ટર ઓલિમ્પિક બંનેનું આયોજન કરનાર વિશ્વનું પ્રથમ શહેર બન્યું

Published On - 7:33 pm, Sat, 5 February 22