INDvSL: ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો, શ્રીલંકા સામે T20 સીરિઝમાં આ મુખ્ય ખેલાડી થયો બહાર

|

Feb 22, 2022 | 8:46 PM

ભારતના બોલર દીપક ચહર શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બહાર થવાની ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી.

INDvSL: ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો, શ્રીલંકા સામે T20 સીરિઝમાં આ મુખ્ય ખેલાડી થયો બહાર
Deepak Chahar (PC: BCCI)

Follow us on

શ્રીલંકા ક્રિકેટ ટીમ સામે (Sri Lanka Cricket) ઘર આંગણે ભારત (Team India) ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે. ટી20 સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી ટી20 સીરિઝ દરમ્યાન દીપક ચહર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને પોતાની ઓવર પણ પુરી કરી શક્યો ન હતો. એવામાં હવે શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બહાર થવું પડશે. વેસ્ટ ઇન્ડિઝની ટી20 સીરિઝમાં ક્લિન સ્વિપ કરવામાં દીપક ચહરની ભુમિકા મહત્વની રહી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ ટીમને ત્રણ મેચમાં હરાવીને સીરિઝ પર કબજો કર્યો હતો. જોકે હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી અને તેના કોઇ રિપ્લેસમેન્ટને લઇને પણ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે નથી આવી.

શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટી20 મેચની સીરિઝ બાદ બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. એવામાં દીપક ચહરના બહાર થવાના સમાચાર ભારતીય ટીમ માટે મોટો ઝટકા સમાન છે. સ્વિંગ બોલિંગ સહિત દીપક ચહર સારી બેટિંગ પણ કરે છે. જોકે કોઇ ખેલાડીને રિપ્લેસ પણ કરવામાં આવે છે તો બાયો-બબલનો પ્રશ્ન સામે આવશે. કોરન્ટાઇન અને અન્ય પ્રક્રિયાઓ બાદ કોઇ પણ ખેલાડી ટીમમાં આવશે. ત્યારે આવા સમયે બીસીસીઆઈ આ સીરિઝ માટે કોઇ રિપ્લેસમેન્ટની જાહેરાત નહીં કરે.

ભારત સામે ટી20 સીરિઝ માટે શ્રીલંકાની ટીમ

દાસુન શનાક (સુકાની), પથુમ નિસંકા, કુસલ મેંડિસ, ચરિત અસલંકા (ઉપ સુકાની), દિનેશ ચાંડીમલ, દનુષ્કા ગુણાથિલકા, કામિલ મિશારા, જેનિથ લિયાનાગે, વનિંદુ હસારંગા, ચમિકા કરૂણારત્ને, દુષ્મંતા ચમીરા, લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાંડો, શિરન ફર્નાંડો, મહીશ તીક્ષણા, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, એશિયન ડેનિયલ (મિનિસ્ટર અપ્રુવલના ભાગ રૂપે).

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

શ્રીલંકા સામેની ભારતની ટી20 ટીમ આ પ્રકારે છે

રોહિત શર્મા (સુકાની), રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, સુર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ (ઉપ-સુકાની), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો : INDvSL: રવીન્દ્ર જાડેજાનું પ્લેઇંગ 11 માં રમવું લગભગ નક્કી, ત્રણ ખેલાડીઓ પર લટકતી તલવાર, જાણો પહેલી ટી20માં ક્યા 11 ખેલાડીઓ રમશે

આ પણ વાંચો : IND vs SL: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકાનો વારો, ટીમ ઇન્ડિયા પડશે ભારે! જાણો સિરીઝનુ પુરુ શિડ્યૂલ

Next Article