IND vs SL: અશ્વિને મોહાલીમાં નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, કપિલ દેવને પાછળ છોડીને બનાવ્યો મોટો રેકોર્ડ

|

Mar 06, 2022 | 5:53 PM

ભારતીય સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટમાં મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

IND vs SL: અશ્વિને મોહાલીમાં નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, કપિલ દેવને પાછળ છોડીને બનાવ્યો મોટો રેકોર્ડ
Ravichandran Ashwin (PC: BCCI)

Follow us on

મોહાલીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય (Team India) ટીમના સ્પિનર અશ્વિને શ્રીલંકા સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અશ્વિન (R. Ashwin) એ મેચની પહેલી ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. ફોલોઓન બાદ અશ્વિને શ્રીલંકાની બીજી ઈનિંગમાં 3 વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો હતો. અશ્વિને આ સિદ્ધિ સાથે ભારતના પુર્વ સુકાની અને દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev) ને પાછળ છોડી દીધા છે.

અનિલ કુંબલે (Anil Kumble) એ 132 મેચમાં 619 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 8 વખત દસ વિકેટ ઝડપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે કુંબલે ચોથા ક્રમે છે. બીજી તરફ કપિલ દેવે 131 મેચમાં 434 વિકેટ લીધી છે. તે વિશ્વ ક્રિકેટમાં 9મા ક્રમે છે. કપિલ દેવને પાછળ છોડીને અશ્વિન હવે આ યાદીમાં આઠમા સ્થાને પહોંચી ગયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

કપિલ દેવને પાછળ છોડ્યો

અશ્વિને શ્રીલંકાની પહેલી ઇનિંગ્સમાં થિરિમાને અને ધનંજય ડી સિલ્વાની વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે ફરી એકવાર તિરિમાનેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી તેણે નિસાંકાને આઉટ કરીને કપિલ દેવની 434 વિકેટની બરોબરી કરી. 35મી ઓવરમાં ચરિથ અસલંકાએ આઉટ થયો હતો. આ વિકેટ સાથે અશ્વિને તેનો 435 મોં શિકાર પૂરો કર્યો હતો અને કપિલ દેવથી આગળ નીકળી ગયો. કપિલ દેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ લીધી હતી. જ્યારે આર અશ્વિને માત્ર 85મી ટેસ્ટમાં આ સિદ્ધી મેળવી હતી. અશ્વિને અત્યાર સુધીમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : Ukraine-Russia War: રશિયન હુમલાથી બચીને ફાઇનલમાં પહોંચી ટેનિસ સ્ટાર, કહ્યુંઃ દેશ માટે જીતીશું

આ પણ વાંચો : IND vs PAK, WWC 2022: પાકિસ્તાન સામે ભારતનો જ્વલંત વિજય, વિશ્વકપની પ્રથમ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડિયાની શાનદાર શરુઆત

Next Article