INDvsENG: પૃથ્વી શોને ઇંગ્લેંન્ડ મોકલવા પર કપિલ દેવ ભડક્યા, કહ્યુ આ તો બીજા ખેલાડીઓની બેઇજ્જતી કરશે

શુભમન ગીલ (Shubman Gill) અસ્વસ્થ હોવાને લઇને હવે ટીમે મેનેજમેન્ટ શ્રીલંકા રહેલા પૃથ્વી શો (Prithvi Shaw) ને ઇંગ્લેંન્ડ શીફ્ટ કરવાની વાત છે. જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસે પહેલાથી જ ઓપનર સામેલ છે.

INDvsENG: પૃથ્વી શોને ઇંગ્લેંન્ડ મોકલવા પર કપિલ દેવ ભડક્યા, કહ્યુ આ તો બીજા ખેલાડીઓની બેઇજ્જતી કરશે
Kapil Dev
| Edited By: | Updated on: Jul 04, 2021 | 6:50 PM

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) દરમ્યાન રજાઓ ગાળી રહી છે. રજાઓ પછી ભારતીય ટીમ (Team India) બરાબર એક મહિના બાદ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલ (Shubman Gill) આ દરમ્યાન ઇજાગ્રસ્ત થતા, ટેસ્ટ સિરીઝ પહેલા ચિંતા વધારી દીધી છે. ભારત અને ઇંગ્લેંન્ડ (India Vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. પરંતુ આ દમ્યાન ઓપનરના સ્થાન માટે અલગથી ખેલાડી સામેલ કરવાની વાતને લઇ કપિલ દેવ (Kapil Dev) ભડક્યા છે.

કપિલ દેવે ટીમમાં પહેલાથી સામેલ ન હોય એવા ખેલાડીને સામેલ કરવાના તર્ક સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ કહ્યુ કે, આ તો પહેલાથી ટીમમાં સામેલ ખેલાડીનું હળહળતું અપમાન વર્તાશે. ટીમમાં પહેલાથી જ કેએલ રાહુલ અને મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં હવે ટીમ મેનેજમેન્ટ શ્રીલંકા પ્રવાસે રહેલા પૃથ્વી શો (Prithvi Shaw) ને ઇગ્લેંન્ડ બોલાવવા વિચારી રહ્યુ છે. જેને લઇને કપિલ દેવ એ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

મીડિયા રિપોર્ટનુસાર, કપિલ દેવે કહ્યુ હતુ, મને નથી લાગતુ કે તેની કોઇ જરુર હોય. પસંદગીકારોની પણ કંઇક ઇજ્જત હોવી જોઇએ. તેમણે પણ એક ટીમ પસંદ કરી છે. હું માનુ છુ કે, તે વિરાટ કોહલી (Virat Kohli) અને રવિ શાસ્ત્રીની સલાહ વિના તો એમ નહી થયુ હોય. મારો મતલબ છે કે, તમારી પાસે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલના રુપમાં બે ઓપનર હાજર છે.

આગળ કહ્યુ કે, શું તમારે સાચે જ ત્રીજુ ઓપ્શન જોઇએ છે? મને નથી લાગતુ કે, તે યોગ્ય હોય. હું તે થીયરીથી પ્રભાવિત નથી. તેમણે જે ટીમ પસંદ કરી છે, તેમાં પહેલા જ ઓપનર મોજૂદ છે તો મારા મતે તેમને જ રમવાનો મોકો મળવો જોઇએ. નહીતર તે ટીમમાં હાજર ખેલાડીઓની બેઇજ્જતી થશે.

કારણ વિના વિવાદ નહી-કપિલ દેવ

કપિલ દેવ એ કહ્યુ હતું, ટીમ મેનેજમેન્ટ એ સિલેકટર્સના નિર્ણયનું સન્માન કરવુ જોઇએ અને હાજર ખેલાડીઓમાંથી રિપ્લેસમેન્ટ પસંદ કરવા જોઇએ. ટીમમાં ટીમમાં એક વધારે ઓપનર ઉમેરવાને લઇ, કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલ (Mayank Agarwal) ના આત્મવિશ્વાસ પર ખૂબ ખરાબ અસર પડશે. વિના કારણે કોઇ વિવાદ નહી થવો જોઇએ.

આ પણ વાંચોઃ  Cricket: રસપ્રદ કિસ્સો, ન્યુઝીલેન્ડ સામે આ ટીમે પ્લેયીંગ ઇલેવનમાં અડધોઅડધ ‘ભાઇ-ભાઇ’ને મેદાને ઉતાર્યા