Football: ભારતીય મહિલા ફુટબોલ ટીમ બ્રાઝીલ પહોંચી, ચાર દેશોની ટૂર્નામેન્ટમાં ઝડપના ખેલમાં સચેત રહેવાની મળી સલાહ

|

Nov 24, 2021 | 9:29 AM

ભારતીય ટીમ (Team India) ચાર દેશોની સાથે ટૂર્નામેન્ટ માટે બ્રાઝિલ (Brazil) પહોંચી છે. આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયા બ્રાઝિલ સામે મેચ રમશે.

Football: ભારતીય મહિલા ફુટબોલ ટીમ બ્રાઝીલ પહોંચી, ચાર દેશોની ટૂર્નામેન્ટમાં ઝડપના ખેલમાં સચેત રહેવાની મળી સલાહ
Indian Women Football Team

Follow us on

ભારતીય મહિલા ફૂટબોલ ટીમ (Indian Women Football Team) ની ડિફેન્સ પ્લેયર ડાલિમા છિબ્બરે (Dalima Chibber)તેના સાથી ખેલાડીઓને શુક્રવારથી શરૂ થઈ રહેલી બ્રાઝિલ, ચિલી અને વેનેઝુએલા સામે ચાર દેશોની ટુર્નામેન્ટ દરમિયાન વિરોધી ટીમોની ઝડપી રમત માટે તૈયાર રહેવા કહ્યું. દિલ્હીની આ ખેલાડીને અમેરિકા ક્ષેત્રના દેશોની ફૂટબોલ રમવાની શૈલીની સમજ છે. તેણે 2019 થી તાજેતરના સમય સુધી કેનેડા માટે મેનિટોબા બિસન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ડાલિમાએ કહ્યું કે, જ્યારે હું કેનેડામાં રમી રહી હતી ત્યારે મને દક્ષિણ અમેરિકાના ખેલાડીઓ સાથે ફિલ્ડ શેર કરવાનો અનુભવ મળ્યો હતો. હું તમને કહી શકું છું કે વિશ્વના આ ભાગના ખેલાડીઓ ખૂબ જ કુશળ છે, અને ટીમો ખૂબ જ ઝડપી રમે છે. તેમની પાસે ઘણા અનુભવી ખેલાડીઓ પણ છે, પરંતુ અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મેદાનમાં ઉતરીશું, તેણે કહ્યું. અમે કંઈક મોટું કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જો અમે આગામી એશિયન કપમાં સારો દેખાવ કરીશું તો અમે વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શકીશું. તેથી જ અમારું સંપૂર્ણ ધ્યાન તેના પર છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ભારતીય ટીમ બ્રાઝિલ સામે ટકરાશે

ફિફા રેન્કિંગમાં 57મા ક્રમે રહેલી ભારતીય ટીમનો 25 નવેમ્બરે બ્રાઝિલ સામે મુકાબલો થવાનો છે. તેઓ 29 નવેમ્બરે વિશ્વ રેન્કિંગમાં 37માં ક્રમે રહેલી ચિલી અને 2 ડિસેમ્બરે વેનેઝુએલા (વિશ્વ રેન્કિંગ 56) સામે ટકરાશે. મિડફિલ્ડર ઈન્દુમતી કથારેસને કહ્યું કે મજબૂત હરીફ સામેની આ મેચો ભારતમાં આવતા વર્ષે યોજાનાર AFC એશિયન કપ માટે ‘લૉન્ચપેડ’ તરીકે કામ કરી શકે છે.

ભારતીય ટીમ માટે અનુભવ મેળવવાની તક

ઈન્દુમતીએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન તરફથી એક રિલીઝમાં કહ્યું હતું કે, અલબત્ત, બ્રાઝિલ ઘણી મોટી ટીમ છે. તેને મજબૂત પ્રતિસ્પર્ધી સામે રમવાનો ઘણો અનુભવ છે અને મને ખાતરી છે કે તે ટોચના સ્તરે રમશે. આ અનુભવને એશિયન કપમાં લઈ જવું સારું રહેશે. ભારતીય મહિલા ટીમ આ વર્ષે છ અલગ-અલગ દેશો તુર્કી, સર્બિયા, ઉઝબેકિસ્તાન, યુએઈ, બહેરીન અને સ્વીડનમાં રમી ચૂકી છે.

ગોલકીપર અદિતિ ચૌહાણે મોટી ટુર્નામેન્ટની તૈયારી માટે આવી મેચ રમવાના મહત્વ વિશે વાત કરી. તેણે કહ્યું, ‘મને લાગે છે કે આ આંતરરાષ્ટ્રીય મેચો ટીમ માટે ઘણી મદદરૂપ છે. એકબીજા સાથે રમવામાં સક્ષમ હોવા ઉપરાંત, તે એકબીજાને સમજવામાં પણ મદદ કરે છે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટમાં જોવા મળશે ‘પટેલ પાવર’, કિવી ટીમ આ ભારતીય ‘ફીરકી’ ને ટીમ ઇન્ડિયા સામે મેદાને ઉતારશે!

આ પણ વાંચોઃ  Cricket: જીવન સંઘર્ષથી ગુસ્સામાં રહેતો મોહમ્મદ શામી નિવૃત્તી જાહેર કરનારો હતો, આ બે ભારતીય દિગ્ગજોએ રોકી લીધો

Next Article