હાલ IPL સિઝન ચાલી રહ્યો છે અને જેવી આ સિઝન સમાપ્ત થશે કે તુરંત ભારતીય મેન્સ ટીમ T20 વર્લ્ડ કપમાં વ્યસ્ત થઈ જશે. આ વર્ષે એક નહીં બે T20 વર્લ્ડ કપ રમવાના છે. એક અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે, જ્યારે બીજો બાંગ્લાદેશમાં રમાશે. આ બીજો T20 વર્લ્ડ કપ મહિલા ટીમો વચ્ચે રમાશે. ઓકટોબરમાં આ ટુર્નામેન્ટનું આયોજન થશે. જોકે વર્લ્ડ કપના 5 મહિના પહેલા જ ભારતીય મહિલા ટીમે કમાલ પ્રદર્શન કરતા યજમાન બાંગ્લાદેશની ટીમને ક્લીન સ્વીપ કરી ધમાલ મચાવી દીધી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ પહેલા શાનદાર પ્રદર્શન કરતા પાંચ મેચની T20 શ્રેણીમાં બાંગ્લાદેશને 5-0થી હરાવ્યું હતું. શ્રેણીની તમામ મેચો જીતીને ટીમ ઈન્ડિયાએ સાબિત કરી દીધું છે કે T20 વર્લ્ડ કપ માટેની તેની તૈયારીઓ જોરદાર છે. સિલ્હટમાં રમાયેલી પાંચમી અને છેલ્લી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 156 રન બનાવ્યા અને જવાબમાં યજમાન ટીમ માત્ર 135 રન જ બનાવી શકી અને આ રીતે હરમનપ્રીત કૌરની ટીમે 21 રનથી મેચ જીતી લીધી હતી.
પાંચમી T20 મેચની જીતની સ્ક્રિપ્ટ પણ સ્પિનર રાધા યાદવે લખી હતી જેણે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આશા શોભનાએ 2 અને તિતાસ સાધુએ 1 વિકેટ લીધી હતી. બેટિંગમાં સ્મૃતિ મંધાનાએ 33 અને હેમલતાએ 37 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે 30 રન અને રિચા ઘોષે 17 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.
!
Congratulations to #TeamIndia on winning the #BANvIND T20I series 5⃣-0⃣ pic.twitter.com/YTnEYKuOpm
— BCCI Women (@BCCIWomen) May 9, 2024
ટીમ ઈન્ડિયાની શ્રેણી જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન રાધા યાદવનું હતું જેણે 5 મેચમાં 10 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે રાધા યાદવ માત્ર બીજી ભારતીય બોલર છે જે ફક્ત તેના બોલિંગ પ્રદર્શનના આધારે એક શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બની છે. તેના પહેલા ઝુલન ગોસ્વામીએ 2005 અને 2016માં આ સિદ્ધિ મેળવી હતી. હવે 8 વર્ષ બાદ રાધા યાદવે આ જાદુ કર્યો છે.
India wraps up a flawless 5-0 T20I series sweep against Bangladesh.
A major confidence booster as they gear up for the T20 World Cup!
.
.#BANvINDonFanCode #BANvIND pic.twitter.com/BEb75J4Qle— FanCode (@FanCode) May 9, 2024
જોકે, રાધા યાદવ સિવાય દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે 5-5 વિકેટ લીધી હતી. શ્રેયંકા પાટીલે પણ 4 વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાએ બેટિંગમાં સૌથી વધુ 116 રન બનાવ્યા હતા. હેમલતાના બેટમાંથી 109 રન આવ્યા હતા. હરમનપ્રીત કૌરે 105 રનનું યોગદાન આપ્યું હતું. શેફાલી વર્મા આ સિરીઝમાં ફ્લોપ રહી હતી, તે માત્ર 98 રન બનાવી શકી હતી.
આ પણ વાંચો : IPL 2024 : વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજને વેઈટર કહ્યો અને રજત પાટીદારને ગાળો આપી, જાણો કેમ?