ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓને ફરી મળશે આરામ, જાણો કઈ સિરીઝમાં નહીં રમે વિરાટ-રોહિત જેવા મોટા ખેલાડીઓ

|

Jul 09, 2022 | 5:24 PM

રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી જેવા ઘણા સ્ટાર ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. હવે ટીમ ઈન્ડિયાના આ સિનિયર ખેલાડીઓને બીજી સિરીઝમાંથી આરામ મળી શકે છે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓને ફરી મળશે આરામ, જાણો કઈ સિરીઝમાં નહીં રમે વિરાટ-રોહિત જેવા મોટા ખેલાડીઓ
Rohit - Virat
Image Credit source: AP/PTI

Follow us on

રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli), જસપ્રિત બુમરાહ જેવા ઘણા સિનિયર ભારતીય ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝમાં વ્યસ્ત છે. આ સિનિયર ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. હવે ફરી એકવાર સિનિયર ખેલાડીઓને પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો હોવાના સમાચાર છે. એએનઆઈના રિપોર્ટ મુજબ વેસ્ટ ઈન્ડિઝ સામેની સીમિત ઓવરોની સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં 3 વન ડે મેચની સિરીઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે અને આ સિરીઝમાંથી પણ સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

ઝિમ્બાબ્વે સામે 3 વનડે સિરીઝ

ઝિમ્બાબ્વે બોર્ડના એક સૂત્રએ એએનઆઈને કહ્યું કે વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસ જશે. પહેલી મેચ 18 ઓગસ્ટ, બીજી મેચ 20 ઓગસ્ટ અને ત્રીજી મેચ 22 ઓગસ્ટે રમાશે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે આ વર્ષે ભારતીય ટીમનું શેડ્યૂલ ખૂબ જ બિઝી છે. એટલા માટે એક સમયે 2 ટીમો પ્રવાસ કરશે. ટીમ બી ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે અને વીવીએસ લક્ષ્મણ તે ટીમના કોચ હશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની સિરીઝ રમી રહી છે.

આ પણ વાંચો

વેસ્ટ ઈન્ડિઝ સામે પણ આ દિગ્ગજોને આરામ

આ પછી શિખર ધવનની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચની વનડે સિરીઝ રમશે. રવિન્દ્ર જાડેજાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પછી ભારતે કેરેબિયાઈ ટીમ સાથે 5 ટી 20 મેચોની સિરીઝ પણ રમવાની છે. કોહલી, રોહિત અને બુમરાહને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. કોહલી પણ ખરાબ ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં પણ તેને આરામ આપવામાં આવ્યો હતો અને તે પછી તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટન ટેસ્ટમાં માત્ર 31 રન બનાવી શક્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી20 સિરીઝની વાત કરીએ તો પ્રથમ મેચમાં પણ કોહલી અને બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. ભારતે આ મેચ 50 રનના માર્જીનથી જીતી લીધી હતી.

Next Article