India vs England 2nd T20 Playing 11: ભારતીય ટીમના દિગ્ગજો પરત ફરતા આ ખેલાડીઓએ બહાર થવુ પડશે!

IND Vs ENG T20 Match Prediction Squads Today: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 એજબેસ્ટનમાં રમાશે, સાઉથમ્પટનમાં ટીમ ઈન્ડિયા 50 રને જીત મેળવી હતી.

India vs England 2nd T20 Playing 11: ભારતીય ટીમના દિગ્ગજો પરત ફરતા આ ખેલાડીઓએ બહાર થવુ પડશે!
Deepak Hooda સહિતના ખેલાડી બહાર થઈ શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 10:00 AM

સાઉથમ્પટનમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (India vs England) ને એકતરફી રીતે 50 રને હરાવ્યું હતું. હવે શનિવારે ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાના ઈરાદા સાથે બીજી T20માં ઉતરશે. જોકે આ મેચમાં ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર થશે. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયા ની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર થઈ શકે છે અને પ્રથમ T20માં સારું પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓને બહાર બેસવું પડી શકે છે. બીજી T20માં વિરાટ કોહલી (Virat Kohli) નું પ્લેઈંગ ઈલેવનમાં આવવું નિશ્ચિત છે. આ ખેલાડીએ તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરીમાં રમી હતી. 2021 T20 વર્લ્ડ કપ બાદ તેણે માત્ર બે T20 મેચ રમી છે, પરંતુ તેમ છતાં આ ખેલાડી દીપક હુડ્ડા (Deepak Hooda) ની જગ્યા લઈ શકે છે, જે સારા ફોર્મમાં છે. આવો તમને જણાવીએ કે ટીમ ઈન્ડિયામાં કયા ચાર ફેરફાર થઈ શકે છે.

ટીમ ઈન્ડિયામાં 4 ફેરફાર થશે?

  1. ટીમ ઈન્ડિયામાં પહેલો ફેરફારઃ વિરાટ કોહલીની T20 ટીમમાં વાપસી થશે અને માનવામાં આવે છે કે તે નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. દીપક હુડ્ડાની જગ્યાએ તેમને તક આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે દીપક હુડ્ડાએ આયર્લેન્ડમાં શાનદાર ટી20 સદી ફટકારી હતી અને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20માં પણ આ ખેલાડીએ 17 બોલમાં 33 રન બનાવ્યા હતા.
  2. ટીમ ઈન્ડિયામાં બીજો ફેરફારઃ ઋષભ પંતની એન્ટ્રી થઈ શકે છે. આ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું સ્થાન લઈ શકે છે. પંતનું ટી20 ફોર્મ ખાસ રહ્યું નથી, જ્યારે દિનેશ કાર્તિકે પોતાને સાબિત કરી દીધો છે, પરંતુ તેમ છતાં આ ખેલાડી બેન્ચ પર બેસી શકે છે.
  3. ટીમ ઈન્ડિયામાં ત્રીજો ફેરફારઃ બેન્ચ પર બેઠેલા રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની એન્ટ્રી હોવાનું જણાય છે. અક્ષર પટેલ બોલિંગમાં સારા ફોર્મમાં નથી અને તેના સ્થાને જાડેજા રમવાની અપેક્ષા છે. આ ઉપરાંત જાડેજા બેટમાં પણ શાનદાર ફોર્મમાં છે.
  4. ટીમ ઈન્ડિયામાં ચોથો ફેરફારઃ જસપ્રીત બુમરાહ પણ પ્લેઈંગ ઈલેવનમાં હોય તેવું લાગી રહ્યું છે. પોતાની ડેબ્યૂ ટી20માં શાનદાર બોલિંગ કરનાર અર્શદીપ સિંહનું આઉટ થવુ નિશ્ચિત છે કારણ કે તે માત્ર પ્રથમ ટી20 માટે જ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. હવે બુમરાહ બીજી અને ત્રીજી ટી20માં રમતા જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે અર્શદીપે પ્રથમ T20માં બે વિકેટ લીધી હતી અને તેણે પોતાની પહેલી ઓવર મેડન ફેંકી હતી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમઃ રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ.

Latest News Updates

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">