Breaking News : ICC રેન્કિંગમાં મોટો ફેરફાર, દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો

ICC Womens Rankings Update : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઈતિહાસ રચી પહેલી વખત T20I રેન્કિંગમાં નંબર 1 બોલર બની છે.

Breaking News : ICC રેન્કિંગમાં મોટો ફેરફાર, દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો
| Updated on: Dec 23, 2025 | 4:50 PM

ICC Womens Rankings Update : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મહિલા ખેલાડીઓનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ વખતે રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ટી20 રેન્કિંગમાં નંબર વન બોલર બની ગઈ છે. તો સ્મૃતિ મંધાનાને મોટો ઝટકો લાગ્યો છે. બેટ્સમેનોની ODI રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન ગુમાવ્યું છે, જેમાંથી એક સ્ટાર સાઉથ આફ્રિકાની બેટ્સમેન છે જેણે તાજેતરમાં ઘરઆંગણે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

દીપ્તિ શર્માએ પહેલી વખત આ તાજ પહેર્યો

દીપ્તિ શર્માએ ટી20 ઈન્ટરનેશનલ બોલરની રેન્કિંગમાં પહેલી વખત નંબર 1નો તાજ પહેર્યો છે. તેમણે વિશાખા પટ્ટનમમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝની પહેલી મેચમાં શાનદાર બોલિગ કરી 4 ઓવરમાં માત્ર 20 રન આપી 1 વિકેટ લીધી હતી. જેનાથી તેની રેટિંગમાં સુધારો જોવા મળ્યો હતો. આ પહેલા સ્થાન ઓસ્ટ્રેલિયાન એનાબેલ સદરલેન્ડની પાસે હતું પરંતુ હવે દીપ્તિ શર્મા બધાથી આગળ નીકળી ગઈ છે. આ દીપ્તિના કરિયરની સૌથી મોટો સફળતા છે.

લૌરા વોલ્વાર્ડે મંધાનાનું સ્થાન લીધું

બીજી બાજુ સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે વનડે બેટિંગમાં ફરી એક વખત પહેલું સ્થાન મેળવ્યું છે. તેમણે આયરલેન્ડ વિરુદ્ધ ઘરેલું વનડે સીરિઝની છેલ્લી મેચમાં સદી ફટકારી પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ જીત્યો. આ પ્રદર્શનથી તેમણે પોતાના કરિયરની બેસ્ટ રેટિંગ મેળવ્યું છે. ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પાછળ છોડી નંબર-1 બની છે. આ પહેલા પણ લૌરા વોલ્વાર્ડે આ સ્થાન પર કબ્જો કરી ચૂકી છે.

T20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો

ભારતીય ખેલાડીઓ માટે એક ગુડન્યુઝ આવ્યા છે. ટી20I બેટિંગમાં, જેમીમા રોડ્રિગ્સે શ્રીલંકા સામે અણનમ અડધી સદી ફટકારીને પાંચ સ્થાન ઉપર આવીને ટોપ 10માં એન્ટ્રી કરી છે, જે હવે નવમા ક્રમે છે. તેની સાથે સ્મૃતિ મંધાના ત્રીજા અને શેફાલી વર્મા દસમા ક્રમે છે. બોલિંગમાં, અરુંધતી રેડ્ડી પણ પાંચ સ્થાન ઉપર આવીને 36મા ક્રમે પહોંચી ગઈ છે.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.  અહી ક્લિક કરો