Indian Cricketer Retired : અશ્વિન બાદ આ ભારતીય ખેલાડી પણ થયો રિટાયર, મેચ બાદ અચાનક નિવૃત્તિની કરી જાહેરાત 

એક તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ તરફથી નિવૃત્તિની માંગણી થઈ રહી છે તો બીજી તરફ આ બંને સાથે રમી ચૂકેલા ભારતીય ઓલરાઉન્ડરે હવે જાહેરાત કરી છે.  

Indian Cricketer Retired : અશ્વિન બાદ આ ભારતીય ખેલાડી પણ થયો રિટાયર, મેચ બાદ અચાનક નિવૃત્તિની કરી જાહેરાત 
| Updated on: Jan 05, 2025 | 11:56 PM

હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા ખેલાડીઓની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની શ્રેણીની વચ્ચે અચાનક નિવૃત્તિ લીધા બાદ આવી અફવાઓ વધુ ઉગ્ર બની હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ અને બેટમાં નિષ્ફળ રહ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ડ્રોપ કરીને સંન્યાસ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ આ બંને પહેલા એક ભારતીય ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ ખેલાડી છે ઋષિ ધવન, જેણે મર્યાદિત ઓવરની ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

મર્યાદિત ઓવરોમાંથી નિવૃત્તિ લીધી

હિમાચલ પ્રદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઋષિ ધવને રવિવાર, 5 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. 34 વર્ષીય ધવને તેની નિવૃત્તિ પોસ્ટમાં કહ્યું કે તે ભારતીય ક્રિકેટમાં મર્યાદિત ઓવરના ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. મતલબ કે હવે તે વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા જોવા મળશે નહીં. જોકે, તે ફર્સ્ટ ક્લાસ એટલે કે રણજી ટ્રોફીમાં રમવાનું ચાલુ રાખશે.

મેચ બાદ જાહેરાત કરવામાં આવી હતી

ધવનની આ જાહેરાત બરાબર તે દિવસે થઈ જ્યારે તેની ટીમે વિજય હજારે ટ્રોફી જીતી હતી. 5 જાન્યુઆરી, રવિવારના રોજ ધવનની કપ્તાનીમાં હિમાચલ પ્રદેશે આંધ્ર પ્રદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીતમાં ધવને પોતે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ 2 વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે ઝડપથી 45 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને જીત સુધી પહોંચાડી. ધવનની કપ્તાનીમાં હિમાચલે 3 સિઝન પહેલા આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

પોતાની પોસ્ટમાં ઋષિ ધવને BCCI, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, તેના સાથી ખેલાડીઓ અને પ્રશંસકોનો આભાર માન્યો હતો. તેણે પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ આભાર માન્યો, જે ફ્રેન્ચાઈઝી માટે તેણે આઈપીએલમાં ભાગ લીધો હતો. ધવનની છેલ્લી આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સ હતી પરંતુ આ વખતે તેને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નથી.

ધવનની કારકિર્દી આવી હતી

ટીમ ઈન્ડિયા સાથે ધવનનું ઈન્ટરનેશનલ કરિયર લાંબુ ટકી શક્યું નહીં. તેણે ટીમ ઈન્ડિયા માટે 2015માં ODI અને T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. જાન્યુઆરી 2016માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, તેણે 3 ODI મેચ રમી, જેમાં તે માત્ર 12 રન જ બનાવી શક્યો અને માત્ર 1 વિકેટ મળી. તે જ વર્ષે, તેણે ઝિમ્બાબ્વે સામે તેની એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે 1 રન અને 1 વિકેટ ઝડપી. તેની લિસ્ટ A કારકિર્દીમાં, ધવને 134 મેચોમાં 2906 રન અને 186 વિકેટ ઝડપી હતી, જ્યારે 135 T20 મેચોમાં તેણે 1740 રન બનાવ્યા હતા અને 118 વિકેટ પણ લીધી હતી.

Published On - 11:52 pm, Sun, 5 January 25