શમીએ ચમચમાતી રેડ કાર સાથેનો વિડીયો કર્યો શેર, કિંમત 1 કરોડ રુપિયા-Video

|

Jan 23, 2023 | 8:50 PM

રાયપુરમાં ન્યુઝીલેન્ડ સામે ધૂમ મચાવનાર મોહમ્મદ શમીએ તેની રેડ સ્પોર્ટસ કાર સાથેનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને શમી, ક્રિકેટ અને કારના ચાહકોને ખૂબ પસંદ પડ્યો છે.

શમીએ ચમચમાતી રેડ કાર સાથેનો વિડીયો કર્યો શેર, કિંમત 1 કરોડ રુપિયા-Video
Shami with his new Red Jaguar car

Follow us on

ભારતીય ટીમ ના ઝડપી બોલર મોહમ્મદ શમી એ રાયપુરમાં શનિવારે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં કિવી ટીમ માત્ર 108 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલીંગ એટેક સામે કિવી ટીમ જાણે કચડાઈ ગઈ હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મોહમ્મદ શમીના નામે રહ્યો હતો. આ દરમિયાન શમીએ એક પોતાની શાનદાર ચમચમાતી કારનો વિડીયો શેર કર્યો છે. જે શમી, ક્રિકેટ અને કારના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

શમીએ ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડે મેચમાં શનિવારે 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે માત્ર 18 જ રન આપ્યા હતા. તેના આ શાનદાર પ્રદર્શન સામે ન્યુઝીલેન્ડની ટીમની કમર તૂટી ગઈ હતી. ભારતીય ટીમને 109 રનનુ આસાન લક્ષ્ય મળ્યુ હતુ અને મેચ 8 વિકેટે જીતી લીધી હતી. જોકે વાત અહીં શમીની સ્પોર્ટ્સ કારની છે. જેણે ધૂમ મચાવી દીધી છે.

Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો

‘ગતિ મહત્વપૂર્ણ’-શમી

ભારતીય ઝડપી બોલરે ગત વર્ષે જ આ ચમચમાતી કારને ખરીદી હતી. ગત જૂલાઈ માસ દરમિયાન જગુઆરની એફ-ટાઈપ સ્પોર્ટ્સ કારનો માલિક બન્યો હતો, જેની કિંમત એક કરોડની આસપાસ માનવામાં આવે છે. શમીએ હવે તેની આ ખૂબ જ કિંમતી કારનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેને શેર કરતા જ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે આ વિડીયો.

વિડીયોની કેપ્શન પણ શમીએ ગતિને લઈ લખી હતી. શમી ભારતીય ટીમનો પેસ બોલર છે, તેના માટે ગતી મહત્વની છે. જેને લઈ તેણે લખ્યુ હતુ કે, હું ગતિને મહત્વપૂર્ણ માનુ છું. તેની આ વાત પર કેટલાક ફેન્સે ટિપ્પણી પણ કરી હતી. કે કારની ગતિ વધારે હોવી જોખમી છે. જોકે શમીને મન ગતિ એટલે કાર કરતા વધાર બોલને મહત્વ આપતો હોય એ સ્વાભાવિક જ છે.

 

ગત સપ્તાહે પણ આવો જ એક વિડીયો કાર સાથેનો શમીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે પણ ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.

ઈન્દોરમાં સિરીઝની અંતિમ વનડે

શમી હાલમાં ભારતીય ટીમ સાથે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઈન્દોરમાં મંગળવારે વનડે સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ રમાનારી છે. ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી ચુક્યુ છે. હવે કિવી ટીમના સુપડા સાફ કરીને ભારતીય ટીમ વનડે રેન્કિંગમાં ટોચનુ સ્થાન શોભાવવા માટે દમ લગાવશે.

Published On - 8:31 pm, Mon, 23 January 23

Next Article