WTC Final પહેલા ભારતે તોડ્યું ઓસ્ટ્રેલિયાનું ઘમંડ, આપ્યો મોટો ઝટકો, બન્યા ટેસ્ટમાં બેસ્ટ

|

May 02, 2023 | 6:42 PM

ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં નંબર-1 ટીમ બની ગઇ છે. આઇસીસીની હાલની રેન્કિંગમાં ભારતે ઓસ્ટ્રેલિયાની 15 મહિનાની બાદશાહતને સમાપ્ત કરીને પ્રથમ સ્થાન પર કબજો કર્યો છે. WTC Final માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે.

WTC Final પહેલા ભારતે તોડ્યું ઓસ્ટ્રેલિયાનું ઘમંડ, આપ્યો મોટો ઝટકો, બન્યા ટેસ્ટમાં બેસ્ટ
Indian Cricket Team at top of Test Rankings before WTC Final
Image Credit source: ICC

Follow us on

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ નંબર -1 ટીમ બની ગઈ છે. મંગળવારે આઈસીસી દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ભારત ટેસ્ટમાં નંબર-1 ટીમ બની ગઈ છે. આ સાથે જ ટોચ પર ઓસ્ટ્રેલિયાની બાદશાહત સમાપ્ત થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી મહિનામાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાવાની છે, તે પહેલા જ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ નંબર-1 ટીમ બની ગઈ છે.

ભારત 121 પોઈન્ટ સાથે રેન્કિંગમાં શીર્ષ પર

ભારત હાલમાં 121 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં શીર્ષ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 116 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. આ વર્ષની શરૂઆતમાં ભારતે સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે યથાવત રાખી હતી અને ઓસ્ટ્રેલિયાને 2-1 થી ટેસ્ટ સીરીઝમાં માત આપી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

આઇસીસીની એન્યુલ રેન્કિંગ અપડેટ પહેલા, ઓસ્ટ્રેલિયા 122 પોઇન્ટ સાથે ટોચ પર હતી અને ભારત તેનાથી ત્રણ પોઇન્ટથી (119) પાછળ હતી. આઇસીસીની એન્યુલ રેન્કિંગમાં મે 2020 થી અત્યાર સુધી સમાપ્ત થયેલ બધી ટેસ્ટ સામેલ છે. મે 2022 થી પહેલા સમાપ્ત થયેલ સીરીઝનો ભાગ 50 ટકા છે અને બાકી બધી સીરીઝનો વેટેજ 100 ટકા છે. એટલે જ, 2019-20 માં પાકિસ્તાન (2-0) અને ન્યૂઝીલેન્ડ (3-0) પર ઓસ્ટ્રેલિયાની ઘરઆંગણેની શ્રેણી જીત વખતે એન્યુલ રેન્કિંગ અપડેટ આપતા સમયે વિચાર કરવામાં આવ્યો ન હતો.


જ્યારે 2021-22માં ઇંગ્લેન્ડ પર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણીમાં 4-0 ની જીતની રેન્કિંગ રજૂ કરતી વખતે વેટેજ 50 ટકા રાખવામાં આવ્યો હતો. આ કારણ ઓસ્ટ્રેલિયાની રેટીંગ પોઇન્ટ્સ 121 થી ઘટીને 116 થઇ ગઇ હતી. ભારત માટે 2019-20માં ન્યૂઝીલેન્ડના સામે મળેલી 0-2 ની હારને ટેસ્ટ રેન્કિંગની એન્યુલ અપડેટ રજૂ કરતી વખતે વિચારમાં રાખવામાં આવી ન હતી. એટલે જ ટીમ ઇન્ડિયા 119 થી 121 રેન્કિંગ પોઇન્ટ પર આવી ગઇ હતી.

ટી20 રેન્કિંગમાં ભારત ટોચ પર

ટી20 રેન્કિંગમાં પણ ભારતનો જલવો યથાવત છે અને તે પ્રથમ ક્રમ પર યથાવત છે. બીજા સ્થાન પર ઇંગ્લેન્ડ છે. વનડે રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ત્રીજા સ્થાન પર છે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article