ODI World Cup 2023 પહેલા 5 વન ડે શ્રેણી અને એશિયા કપમાં ભારતીય ટીમ દમ લગાવી દેશે, જાણો પુરુ શેડ્યુલ

|

Dec 09, 2022 | 10:49 AM

ભારતીય ટીમ 5 જેટલી વન ડે શ્રેણી રમીને વિશ્વકપ 2023 પહેલા તૈયારીઓમાં પુરો દમ લગાવી દેશે. આગામી વર્ષે આ પહેલા એશિયા કપ 2023 નુ આયોજન પણ પાકિસ્તાન કરશે.

ODI World Cup 2023 પહેલા 5 વન ડે શ્રેણી અને એશિયા કપમાં ભારતીય ટીમ દમ લગાવી દેશે, જાણો પુરુ શેડ્યુલ
Team India હાલ બાંગ્લાદેશ પ્રવાસે છે

Follow us on

ભારતીય ટીમ ના માટે હાલમાં કપરા દિવસો લાગી રહ્યા છે. બાંગ્લાદેશમાં એક બાદ એક બે સળંગ મેચ હારી જઈને ભારતે વન ડે શ્રેણી ગુમાવી દીધી છે. હવે ભારતીય ટીમે શ્રેણીની અંતિમ મેચમાં કોઈ પણ ભોગે જીત મેળવવી જરુરી છે. કારણ કે હવે ટીમ માટે આબરુનો સવાલ છે. આગામી વર્ષના અંતમાં ભારતમાં ઘર આંગણે વન ડે વિશ્વકપનુ આયોજન થનારુ છે આ પહેલા જ ભારતીય ટીમ વન ડે શ્રેણીમાં બાંગ્લાદેશ પ્રવાસમાં સંઘર્ષ કરી રહી છે. ભારતીય ટીમે આગામી વિશ્વકપ પહેલા 5 વન ડે શ્રેણી અને એક વન ડે ટૂર્નામેન્ટમાં હિસ્સો લેવાનો છે.

ભારતીય ટીમ આ વર્ષે મોટે ભાગે દરેક મહિને વને ડે ક્રિકેટ રમતા જોવા મળી છે. વર્ષ 2023નો ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ ભરચક છે. જેમાં વન ડે ફોર્મેટમાં રમાનાર એશિયા કપ પણ સામેલ છે. જે સપ્ટેમ્બર માસમાં પાકિસ્તામાં રમાઈ શકે એવી સંભાવના છે. ત્યાર બાદ વર્ષના અંતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં વન ડે વિશ્વકપ રમાનાર છે.

ઘર આંગણે આશા

આગામી વનડે વિશ્વકપ ભારતમાં આયોજીત થનાર છે. આમ ઘર આંગણે રમાનાર ટૂર્નામેન્ટમાં ભારત પાસે ખૂબ આશા છે. લાંબા સમયથી ભારતીય ચાહકો ટીમના હાથમાં આઈસીસી ટ્રોફી જોવા ઈચ્છે છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમ સેમિફાઈનલમાં 10 વિકેટથી ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ હતી. આમ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી શકી નહોતી. ભારતીય ટીમના પ્રદર્શનને લઈને પણ હવે સવાલો ઉઠવા લાગ્યા છે. આવી સ્થિતમાં હવે ભારતીય ટીમ પોતાની કચાશ દૂર કરવા પ્રયાસ કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિશ્વકપ પહેલા ભારતને માટે 5 વન ડે શ્રેણી તૈયારીઓ માટે પૂરતી છે. આ ઉપરાંત એશિયા કપ પણ વન ડે ફોર્મેટમાં રમાનાર છે. આમ ભારતીય ટીમ વિશ્વકપ પહેલા તૈયારીઓ માટે પુરતા પ્રમાણમાં વન ડે મેચોનો અનુભવ થઈ શકે છે.

ભારતીય ટીમનુ વર્ષ 2023 નુ શેડ્યૂલ

જાન્યુઆરી મહિનોઃ શ્રીલંકા સામે ઘર આંગણે 3 વનડે મેચોની શ્રેણી. 3 ટી20 મેચોની શ્રેણી.

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનોઃ ન્યઝીલેન્ડ સામે ઘર આંગણે 3 વનડે મેચોની શ્રેણી. 3 ટી20 મેચોની શ્રેણી.

ફેબ્રુઆરી-માર્ચ મહિનોઃ ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે 3 વનડે મેચોની શ્રેણી. 4 ટેસ્ટ મેચોની શ્રેણી.

જુલાઈ-ઓગષ્ટ મહિનોઃ ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ ખેડશે. જ્યાં 3 વનડે મેચોની શ્રેણી, 3 ટી20 મેચોની શ્રેણી અને 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.

સપ્ટેમ્બર મહિનોઃ એશિયા કપ 2023 નુ આયોજન પાકિસ્તાનમાં થવાની સંભાવના છે. જોકે આ માટે સત્તાવાર રીતે કોઈ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ નથી. ટૂર્નામેન્ટમાં સેમિફાઈનલ અને ફાઈનલ સહિત 12 વન ડે મેચ રમાઈ શકે છે.

સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનોઃ ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે 3 વનડે મેચોની શ્રેણી અને 5 ટી20 મેચોની શ્રેણી રમાશે.

ઓક્ટોબર-નવેમ્બર મહિનોઃ ભારતમાં વન ડે વિશ્વકપ 2023 રમાશે. જેમાં 48 મેચો રમાશે.

Next Article