વનડે રેકિંગમાં NO.1 બની ભારતીય ક્રિકેટ ટીમ, T-20 બાદ ODIની ખુરશી પર પણ ભારતનું રાજ

|

Jan 24, 2023 | 10:06 PM

આ ખુશીના સમાચાર સાથે ભારતીય ટીમ અને તેના ફેન્સ માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વનડેમાં દુનિયાની નંબર વન ક્રિકેટ ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પાસેથી આ તાજ 4 દિવસમાં જ જતો રહ્યો છે.

વનડે રેકિંગમાં NO.1 બની ભારતીય ક્રિકેટ ટીમ, T-20 બાદ ODIની ખુરશી પર પણ ભારતનું રાજ
Indian cricket team becomes NO 1 in ODI ranking
Image Credit source: Twitter

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો આજે ખુશીથી ઝુમી ઉઠયા છે. ન્યુઝીલેન્ડની સામેની અંતિમ વનડે મેચમાં 90 રનથી જીત મેળવી ભારતીય ટીમે વનડે સિરીઝમાં ક્લિન સ્વીપ કરી છે. આ ખુશીના સમાચાર સાથે ભારતીય ટીમ અને તેના ફેન્સ માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વનડેમાં દુનિયાની નંબર વન ક્રિકેટ ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પાસેથી આ તાજ 4 દિવસમાં જ જતો રહ્યો છે.

એકંદર પોઈન્ટના આધારે ઈંગ્લેન્ડ ટોપ પર હતું, પરંતુ ઈન્દોરમાં મેચમાં મેદાન માર્યા બાદ ભારતને પણ એક રેટિંગ પોઈન્ટ મળ્યો અને જેના કારણે 5010 પોઈન્ટ સાથે ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડ બીજા અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને સરકી ગયું છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ ટી-20 રેકિંગમાં 17,636 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ટેસ્ટ રેકિંગમાં ભારતીય ટીમ 3690 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 ત્રીજી વનડેમાં શુ થયું ?

 

ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી અને ફાઈનલ વનડે મેચ આજે ઈન્દોરના હોલકર ક્ર્કેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 385 રન બનાવ્યા હતા. જેની સામે 386 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ લડાયક ગેમ રમીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જીતી લીધી છે.

બેંટિગમાં કેપ્ટન રોહિત શર્મા, યુવા ક્રિકેટર શુભમન ગિલ અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડયાના ધમાકેદાર પ્રદર્શન બાદ ભારતીય બોલરોએ પણ કહેર મચાવ્યો હતો.આજે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. ચહલની 2 વિકેટ અને ઉમરાન મલિક-પંડયાની 1-1 વિકેટને કારણે અંતે ન્યુઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થઈ હતી. વનડે સિરીઝની અંતિમ મેચમાં ભારતે 90 રનથી જીત મેળવી હતી.

ભારતીય ટીમે આપ્યો હતો 386 રનનો ટાર્ગેટ

ઈન્દોરનાના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટના નુકશાન સાથે 385 રન બનાવ્યા છે.કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં બેટિંગથી તબાહી મચાવી હતી.

બંનેએ સાથે મળીને કિવી બોલરોને ખૂબ માર્યા. રોહિત અને ગિલે મળીને 212 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પોતાની બેટિંગથી બધાનું ખૂબ મનોરંજન કર્યું, પરંતુ ગિલ અને રોહિત વચ્ચેની રેસ બંનેની બેટિંગ કરતાં વધુ મજેદાર હતી. ભારતીય કેપ્ટન અને ગિલ વચ્ચે ત્રીજી મેચમાં પહેલા સદી પૂરી કરવા માટે જબરદસ્ત રેસ જોવા મળી હતી.

 

પ્રથમ પારીમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને ગિલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંને 26.1 ઓવર સુધી ક્રિઝ પર રહ્યા હતા. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતને પહેલો ફટકો રોહિતના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન 101 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભાગીદારી તૂટતાં જ ગિલની લય પણ બગડી ગઈ હતી. 230 રનના સ્કોર પર ભારતને બીજો ઝટકો ગિલના રૂપમાં લાગ્યો હતો.

ગિલ 112 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ ઈશાન કિશન 17 રન, વિરાટ કોહલી 36 રન, સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી હાર્દિક પંડ્યાએ તોફાની બેટિંગ કરી અને શાર્દુલ ઠાકુરે સાથે મળીને સ્કોર 367 રન સુધી પહોંચાડ્યો. ઠાકુર 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના વિદાયના થોડા સમય બાદ પંડ્યા પણ 54 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને ઇનિંગ્સના છેલ્લા બોલ પર કુલદીપ યાદવના રૂપમાં ઝટકો લાગ્યો હતો.

કેપ્ટન રોહિત શર્માએ પોન્ટિંગ અને જયસૂર્યાની બરાબરી કરી

રોહિત શર્માએ વનડેમાં આજે 30મી સદી ફટકારી છે. આ સાથે તે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબરે પહોંચી ગયો છે અને તેણે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. પોન્ટિંગના નામે પણ વનડેમાં 30 સદી છે. વનડેમાં 49 સદી સાથે સચિન આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. જ્યારે 46 સદી સાથે વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

Published On - 9:55 pm, Tue, 24 January 23

Next Article