જય શાહે કરી સૌથી મોટી જાહેરાત, આ ખેલાડીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને WTC ફાઈનલ જીતશું

|

Jul 08, 2024 | 10:24 AM

ચેમ્પિયન ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બંન્ને આઈસીસી ટૂર્નામેન્ટ આવતા વર્ષે રમાશે. ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર વધુ 2 ખિતાબ જીતવા પર છે. ભારતીય ટીમ આ પહેલા 2 વખત WTC ફાઈનલમાં પહોચી છે પરંતુ બંન્ને વખત હાર મળી છે.

જય શાહે કરી સૌથી મોટી જાહેરાત, આ ખેલાડીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને WTC ફાઈનલ જીતશું

Follow us on

ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો, તે સમયે ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હાર આપી હતી. હવે આગામી આઈસીસી ટૂર્નામેન્ટ ચેમ્પિયન ટ્રોફી છે અને ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાશે.

ટીમ ઈન્ડિયાની નજર આ 2 ખિતાબ જીતવા પર હશે. ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનની ધરતી પર થશે પરંતુ હજુ કન્ફોર્મ નથી કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહિ,હવે આ પહેલા બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે મોટી વાત કરી છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ટી20 વર્લ્ડકપ જીતવા પર આપી શુભકામના

બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે. ટીમ ઈન્ડિયાની આ જીત માટે શુભકામના. આ જીતમાં કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા વિશે પણ વાત કરી. છેલ્લા 1 વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. જૂન 2023માં અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં હાર્યા,નવેમ્બર 2023માં વન ડે વર્લ્ડકપમાં 10 જીત બાદ કપ જીતી શક્યા નહિ,

 

 

છેલ્લી 5 ઓવરમાં મોટું યોગદાન

મે રાજકોટમાં કહ્યું હતુ કે, જૂન 2024માં આપણે વર્લ્ડકપ પણ જીતશું અને દિલ પણ જીતીશું. આપણા કેપ્ટને આ કામ કરી દીધું છે. આ જીતમાં છેલ્લી 5 ઓવરમાં મોટું યોગદાન હતુ. જેના માટે હું સૂર્યકુમાર યાદવ,જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનો આભાર માનું છુ. આ જીત બાદ હવે નજર ચેમ્પિયનટ્રોફી અને WTC Final પર છે. મને વિશ્વાસ છે કે, રોહિત શર્માની કેપ્ટનશીપમાં આપણે આ બંન્ને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનશું.

વર્ષ 2008 બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન ટ્રોફી આયોજીત કરવા માટે તનતોડ મહેનત શરુ કરી દીધી છે. પીસીબીએ આઈસીસીને શેડ્યુલ પણ મોકલી દીધું છે. જે મુજબ ચેમ્પિયન ટ્રોફી મેચ લાહૌર, કરાંચી અને રાવલપિંડીમાં કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં પહેલા જ દાવો કરવામાં આવી ચુક્યો છે કે, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માટેનો નિર્ણય ભારત સરકારનો હશે.

Next Article