IND vs ZIM : ત્રીજી T20માં ભારતે ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું, સિરીઝમાં 2-1ની લીડ મેળવી

|

Jul 10, 2024 | 7:57 PM

ત્રીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 182 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે 20 ઓવરમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી. ફરી એકવાર ભારતીય બોલરોએ પ્રથમ 7-8 ઓવરમાં જ ઝિમ્બાબ્વેની હાર પર મહોર મારી દીધી હતી.

IND vs ZIM : ત્રીજી T20માં ભારતે ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું, સિરીઝમાં 2-1ની લીડ મેળવી
IND vs ZIM

Follow us on

ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20 સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હરારેમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં શુભમન ગિલની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતનો સિતારો ખુદ કેપ્ટન ગિલ હતો, જેણે 66 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય ઋતુરાજ ગાયકવાડે પણ ઝડપી 49 રન બનાવ્યા હતા, જેના આધારે ભારતે પહેલા રમતા 182 રન બનાવ્યા હતા. આ પછી અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરે શરૂઆતની ઓવરોમાં જ ઝિમ્બાબ્વેના ટોપ-મિડલ ઓર્ડરનો નાશ કર્યો. જો કે ડીયોન માયર્સ અને ક્લાઈવ મદંડેએ 77 રનની ભાગીદારી કરીને પુનરાગમન કર્યું હતું, પરંતુ ટીમ 6 વિકેટ ગુમાવીને 159 રન સુધી જ પહોંચી શકી હતી. આગામી મેચ 13મી જુલાઈએ રમાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Jul 2024 07:43 PM (IST)

    ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું

    ત્રીજી T20માં ભારતે ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું, સિરીઝમાં 2-1ની લીડ મેળવી

  • 10 Jul 2024 07:38 PM (IST)

    માયર્સની ફિફ્ટી

    ડીયોન માયર્સની મજબૂત અડધી સદી, તેની કારકિર્દીની પ્રથમ ફિફ્ટી


  • 10 Jul 2024 07:27 PM (IST)

    ઝિમ્બાબ્વેની છઠ્ઠી વિકેટ પડી

    સુંદરે તોડી મોટી ભાગીદારી, ઝિમ્બાબ્વેની છઠ્ઠી વિકેટ પડી, ભારત જીતથી માત્ર 4 વિકેટ દૂર

  • 10 Jul 2024 07:19 PM (IST)

    ઝિમ્બાબ્વેનો સ્કોર 100ને પાર

    ડીયોન માયર્સ-ક્લાઇવ મડાન્ડેએ ઝિમ્બાબ્વેની કમાન સંભાળી, ટીમે 100 રનનો આંકડો પાર કર્યો.

  • 10 Jul 2024 06:54 PM (IST)

    ચાંદોદ પાસેના સણોર ગામે આધેડને મગર ઓરસંગ નદીમાં ખેંચી ગયો

    ચાંદોદ પાસેના સણોર ગામે એક આધેડને મગરે ઓરસંગ નદીમાં ખેંચી ગયાની ઘટના બની છે. ભાલોદરાના આધેડ નદી કિનારે હાથ પગ ધોતા સમયે આ ઘટના બનવા પામી હતી.આ ઘટનાની ડભોઇ ફોરેસ્ટ સહિત ચાંદોદ પોલીસને જાણ કરાઇ છે.

     

  • 10 Jul 2024 06:53 PM (IST)

    ઝિમ્બાબ્વેને પાંચમો ઝટકો

    ઝિમ્બાબ્વેને પાંચમો ઝટકો, જોનાથન કેમ્પબેલ માત્ર 1 રન બનાવી થયો આઉટ

  • 10 Jul 2024 06:51 PM (IST)

    ઝિમ્બાબ્વેને ચોથો ઝટકો

    ઝિમ્બાબ્વેને ચોથો ઝટકો, કેપ્ટન સિકંદર રઝા 15 રન બનાવી થયો આઉટ

  • 10 Jul 2024 06:40 PM (IST)

    બિશ્નોઈનો અદભૂત કેચ

    રવિ બિશ્નોઈનો અદભૂત કેચ, ઝિમ્બાબ્વેની ત્રીજી વિકેટ પડી.

  • 10 Jul 2024 06:32 PM (IST)

    ઝિમ્બાબ્વેની ખરાબ શરૂઆત

    ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી, 3 ઓવરમાં 2 વિકેટ પડી ગઈ.

  • 10 Jul 2024 05:59 PM (IST)

    ઝિમ્બાબ્વેને જીતવા 183 રનનો ટાર્ગેટ

    ભારતે ઝિમ્બાબ્વેને જીતવા 183 રનનો આપ્યો ટાર્ગેટ, ગિલની ફિફ્ટી, ઋતુરાજના 49

  • 10 Jul 2024 05:56 PM (IST)

    ઋતુરાજ 49 રન બનાવી આઉટ

    ઋતુરાજ ગાયકવાડ 1 રન માટે ફિફ્ટી ચૂકી ગયો, ઋતુરાજ 49 રન બનાવી આઉટ

  • 10 Jul 2024 05:46 PM (IST)

    ગિલ 66 રન બનાવી આઉટ

    ભારતને ત્રીજો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ 66 રન બનાવી થયો આઉટ

  • 10 Jul 2024 05:27 PM (IST)

    ગિલની ફિફ્ટી

    ભારતનો સ્કોર 100ને પાર, કેપ્ટન શુભમન ગિલની દમદાર ફિફ્ટી

  • 10 Jul 2024 05:20 PM (IST)

    સિકંદર રઝાએ લીધી બે વિકેટ

    સિકંદર રઝાએ યશસ્વી જયસ્વાલ અને અભિષેક શર્માને કર્યા આઉટ

  • 10 Jul 2024 04:57 PM (IST)

    જયસ્વાલ-શુભમનની જોરદાર ફટકાબાજી

    પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 55/0, યશસ્વી જયસ્વાલ-શુભમન ગિલની જોરદાર ફટકાબાજી

  • 10 Jul 2024 04:51 PM (IST)

    ભારતનો સ્કોર 50ને પાર

    પાંચમી ઓવરમાં જ ભારતનો સ્કોર 50ને પાર, યશસ્વી જયસ્વાલ-શુભમન ગિલની જોરદાર ફટકાબાજી

  • 10 Jul 2024 04:05 PM (IST)

    ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    ઝિમ્બાબ્વે સામે ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, સંજુ, જયસ્વાલ અને શિવમ દુબેની ટીમમાં એન્ટ્રી

  • 10 Jul 2024 03:54 PM (IST)

    શ્રેણીમાં આગળ વધવાની તક

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સિરીઝની આ ત્રીજી મેચ છે. પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને ચોંકાવીને લીડ મેળવી હતી, પરંતુ પછીની મેચમાં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર વાપસી કરી હતી. આજે બંને ટીમો પાસે આગળ વધવાની તક છે.

Published On - 3:53 pm, Wed, 10 July 24